મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 જુલાઈ 2022 (11:23 IST)

ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ અને ઓખા-ગુવાહાટી પરિવર્તિત રૂટ પર દોડશે

ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનના બારાબંકી-અયોધ્યા કેન્ટ-અકબરપુર-જાફરાબાદ સેક્શનના અકબરપુર-કઠેરી-ગોસાઈગંજ સ્ટેશનો વચ્ચે ડબલિંગને કારણે ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ પરિવર્તિત રૂટ પર દોડશે.જેની વિગતો નીચે મુજબ છે.
 
1.      30 જુલાઈ 2022ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ વાયા લખનૌ-પ્રતાપગઢ-વારાણસી થઈને દોડશે.
 
2.      27 જુલાઈ અને 03 ઓગસ્ટ 2022ના રોજ કામાખ્યાથી ઉપડનારી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ વાયા વારાણસી-પ્રતાપગઢ-લખનૌ થઈને દોડશે.
 
3.      29 જુલાઈ 2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ વાયા લખનૌ-પ્રતાપગઢ-વારાણસી થઈને દોડશે.
 
4.      01 ઓગસ્ટ 2022ના રોજ ગુવાહાટીથી ઉપડનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી - ઓખા એક્સપ્રેસ વાયા લખનૌ-પ્રતાપગઢ-વારાણસી થઈને દોડશે.
 
5.      29 જુલાઈ 2022 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ - દરભંગા સ્પેશિયલ વાયા બારાબંકી - ગોરખપુર - છપરા થઈને દોડશે.
 
6.      01 ઓગસ્ટ 2022ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા અમદાવાદ સ્પેશિયલ વાયા છપરા-ગોરખપુર-બારાબંકી થઈને દોડશે.
 
ટ્રેનોના પરિચાલન સાથે સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કોઈ અસુવિધા ન થાય.