મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ
24 નવેમ્બર: અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. નિષ્ણાતોના મતે, આ જૂથ માર્કેટ કેપ પર આધારિત છે. અહેવાલો અનુસાર, એપ્રિલ 2020 થી અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. 18 માર્ચ 2020ના રોજ તેમની કુલ સંપત્તિ $4.91 બિલિયન હતી.
અડાણીની કુલ સંપત્તિમા 1808 ટકાનો વધારો બ્લૂમબર્ગની પાસે સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ આંકડા મુજબ, આ પહેલા ગૌતમ અદાણી 88.8 અરબ ડોલરની સંપત્તિ સાથે મુકેબ અંબાણીની 91 અરબ ડોલરની સંપત્તિથી પાછળ ચાલી રહ્યા હતા. છેલ્લા 20 મહિનામાં ગૌતમ અડાણીની કુલ સંપત્તિમાં 1808 ટકા એટલે કે 83.89 બિલિયન અમેરિકી ડોલરથી વધુની વૃદ્ધિ જોવા મળી છે. આ અવધિમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 250 ટકા એટલે કે 56.7 અરબ ડોલરનો વધારો થયો.
અદાણીના શેરો આકાશને સ્પર્શી રહ્યા છે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીની 14.3 અબજ ડોલરની સરખામણીમાં વાર્ષિક ધોરણે તેમની સંપત્તિમાં $55 બિલિયનનો ઉમેરો કર્યો છે. બીજી તરફ, અગાઉની O2C ડીલ રદ થયા બાદ અબાની કંપનીના શેર દબાણમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે તેઓ લાલ નિશાન સાથે વેપાર કરી રહ્યા છે.