સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 4 જૂન 2021 (08:09 IST)

HBD અનિલ અંબાણી - પોતાના ભાઈ મુકેશ અંબાણી કરતા પણ આટલી સસ્તી ગાડી ચલાવે છે અનિલ અંબાણી, ગેરેજમાં છે આ શાનદાર કાર કલેક્શન

ભારતના સૌથી શ્રીમંત અને મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી 4 જૂન ના રોજ પોતાનો 62મો જન્મદિવસ  (Anil Ambani Birthday) ઉજવી રહ્યા છે. અંબાણી પરિવાર હંમેશાથી જ પોતાની લૈવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતુ છે.  મુકેશ અંબાણીની તુલનામાં તેમના નાના ભાઈ અનિલ અંબાણી આર્થિક દ્રષ્ટિએ પાછળ રહી ગયા.  પણ એક સમય હતો જયારે અનિલ દુનિયાના શ્રીમંતોમાં છઠ્ઠા સ્થાન પર હતા. આ તો આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી દેશની સૌથી મોંઘી કાર Rolls Royce Phantom Series VIII માં યાત્રા કરે છે.  જેની કિમંત 13.5 કરોડ રૂપિયા છે. પણ તેમના ભાઈ પાસે કંઈ કાર છે, એ બધા જાણવા માંગે છે, તો ચાલો આજે તેમના જન્મદિવસ પર અમે તમને બતાવી રહ્યા છે, અનિલ અંબાણીનુ કાર કલેક્શન (cars collection)...
અનિલ અંબાણીને કારનો ખૂબ શોખ છે
અનિલ અંબાણી પાસે હંમેશાં મોંઘી અને લક્ઝરી ગાડીઓનું કલેક્શન રહ્યુ છે. એક સમય હતો, જ્યારે તેમની ગણતરી ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિમાં થવા લાગી હતી. તે ખૂબ જ શોખીન મિજાજ વ્યક્તિ રહ્યા છે અને મોંઘી કાર રાખવાનો તેમનો વિશેષ શોખ રહ્યો છે.
લેમ્બોર્ગિની ગૈલાર્ડો 
 
અનિલ અંબાણીના કાર કલેક્શનમાં લેમ્બોર્ગિની ગેલાર્ડો સૌથી શાનદાર કાર છે. અનિલ અંબાણીને આ કાર સૌથી વધુ ગમે છે, પરંતુ તે તેને લઈને ભાગ્યે જ બહાર જાય છે. આ કારની કિંમત 2.11 કરોડ રૂપિયા છે, જે તેમના મોટા ભાઈની કારની તુલનામાં લગભગ 11 કરોડ રૂપિયા સસ્તી છે. જો કે, લેમ્બોર્ગિની ગેલાર્ડો એક આકર્ષક કાર છે, જેમા V10 એંજિન આપવામાં આવ્યુ છે.  આ 3.9 સેકંડમાં 100 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની છે.
 
મર્સિડીઝ બૈઝ એસ-કલાસ 
લેમ્બોર્ગિની ઉપરાંત અનિલ અંબાણી પાસે મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસની પણ છે. તે ઘણીવાર તેમની પત્ની ટીના અંબાણી સાથે આ કારમાં ફરતા જોવા મળ્યા છે. આ કાર માત્ર 5 સેકંડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. આ કારની એક્સ શોરૂમ કિંમત લગભગ  2.73 કરોડ રૂપિયા છે.
 
રોલ્સ રૉયસ ફૈટમ 
 
રોલ્સ રોયસ દુનિયાભરમાં સૌથી એક્સક્લૂસિવ કાર બ્રાન્ડ્સમાંથી એક છે. આ કાર ભારતમાં કેટલાક પસંદગીના લોકો પાસે જ છે અને તેમાં અનિલ અંબાણીનો પણ સમાવેશ છે. આ કારમાં 6.8-લિટર V12 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે,  જે 460 પીએસની પીક પાવર અને 720 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ કારની કિંમત રૂ .9.5 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.
 
અનિલ અંબાણી પાસે ટોયોટા ફોર્ચ્યુનર એસયુવી કાર પણ છે. તેમને ઘણી વાર આ કારમાં જોવામાં આવ્યા છે.  આ કાર 9.6 સેકંડમાં 0-100 કિ.મી.થી ગતિ પકડી લે છે. અનિલ અંબાણી પાસે ટોયોટા ફોર્ચ્યુનર એસયુવીનું નવું એડિસન વર્ઝન પણ છે. તેની કિંમત આશરે 32 લાખ રૂપિયા છે.
 
અનિલ અંબાણી પાસે જૂના મોડેલની રેન્જ રોવર વોગ કાર પણ છે. આ સૌથી શાનદાર એસયુવીમાંથી એક છે. તેમાં 3.6 TDV8 ડીઝલ એન્જિન આપવામાં આવ્યુ છે, જે 640 એનએમનું પીક ટોર્ક જનરેટ કરે છે. આ એસયુવી ચલાવવી એ કોઈને પણ માટે એક શાનદાર એક્સપીરિયંસ હોઈ શકે છે. આ કારની શરૂઆતની કિંમત 2.11 કરોડ છે.
 
મૈરાથનમાં યૂઝ કરે છે આ કાર 
 
અનિલ અંબાણી ઘણી મેરેથોન રેસમાં ભાગલેતા રહ્યા છે અને તેમને લાંબી રનિંગ કરવાની આદત છે. આ માટે, જ્યારે તેમને બહાર જવાનુ હોય છે, તો તેઓ  ટોયોટા ફોર્ચ્યુનર એસયુવીનો જ ઉપયોગ કરે છે.