રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 30 માર્ચ 2024 (11:44 IST)

ગુજરાતમાં સોનાનો એક તોલાનો ભાવ 70,000ને પાર, માર્ચમાં જ 5,700 રૂપિયા વધ્યા

gold rate gujarat
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 2,250 ડોલરની નજીક સરક્યું છે જેના કારણે અમદાવાદ ખાતે સોનુ વધુ રૂ.1000 ઉછળી પ્રતિ 10 ગ્રામ રૂ.70,500ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. સોનામાં તેજીના કારણે નવા સોનાની માગ કરતા રોકાણકારોનું મોટા પાયે પ્રોફિટબુકિંગ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં એવરેજ સોનાના વેચાણ કરતા દોઢથી બે ગણું સોનું પરત આવી રહ્યાનું નિષ્ણાતોનું કહેવું છે. 2-5 વર્ષમાં રોકાણકારોએ ખરીદેલા સોનામાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. સોનાની પાછળ ચાંદી પણ રૂ.75,500 પહોંચી છે. છેલ્લા એક માસમાં સોનામાં 8 ટકા જ્યારે દિવાળી પછીથી અત્યારસુધીમાં 13 ટકાનું આકર્ષક રિટર્ન મળ્યું છે. વૈશ્વિક સોનામાં તેજીનું મુખ્ય કારણ અમેરિકામાં ઇકોનોમી ગ્રોથ મજબૂત બનવા સાથે આગામી ફેડની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો થશે તેવા સંકેતથી સોનુ 2,240 ડોલરની સપાટીએ પહોંચ્યું છે. જ્યારે ચાંદી 25 ડોલરની નજીક પહોંચવાનું અનુમાન છે.

માર્ચમાં જ સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.5,700 જ્યારે દિવાળીથી અત્યાર સુધીમાં એટલે કે ચાર માસમાં સોનામાં રૂ.7,800 મોંઘું થયું છે.રોકાણના અનેક વિકલ્પો છતાં ગુજરાતીઓ સોનાને રોકાણ પોર્ટફોલિયોમાં સૌથી વધુ મહત્ત્વ આપી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ સલામતી ઉપરાંત આકર્ષક રિટર્ન છે. છેલ્લા એક માસમાં સોનુ પ્રતિ 10 ગ્રામ 5,700 વધ્યું છે, આમ સરેરાશ 8 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. જ્યારે છેલ્લાં 5 વર્ષમાં સોનામાં રોકાણ દર વર્ષે ડબલ ડિજિટમાં રહ્યો છે. 2019માં સોનાની કિંમત સરેરાશ રૂ. 39,000 પ્રતિ 10 ગ્રામ હતી જેમાં સરેરાશ 77 ટકાથી વધુ રિટર્ન મળી રહ્યું છે. એટલું જ નહીં છેલ્લા બે-ત્રણ વર્ષમાં કરાયેલા રોકાણનું મોટા પાયે પ્રોફિટબુકિંગ જોવા મળી રહ્યું છે.