રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (11:43 IST)

Gold Silver Price Today:સોનું 5100 રૂપિયા સસ્તુ થયું, આજે ભાવમાં ભારે ઘટાડો

gold rate
Gold Silver Price Today: સોનાની કિંમત 56600ની નજીક પહોંચી ગઈ છે. લાંબા સમય બાદ સોનાના ભાવમાં આવો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય આજે ચાંદીની કિંમત પણ 4 ટકાથી વધુ ઘટીને 66,000 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.
 
તમને જણાવી દઈએ કે 6 મેના રોજ MCX પર સોનાની કિંમત 61,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે હતી અને આજે MCX પર સોનાની કિંમત 56691 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આ હિસાબે હાલમાં સોનું 5154 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.
 
નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.