1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. Gold Silver Rate Hike Today

Gold Silver Rate Hike Today: સોનું 1.50 લાખની નજીક, ચાંદીમાં પણ તેજી; જાણો 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો આજનો ભાવ

gold silver rate
જો તમે વારંવાર સોનું-ચાંદી ખરીદતા હો અથવા ખરીદવાનો શોખ ધરાવતા હો, તો તમને યાદ હશે કે જાન્યુઆરી 2026માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ લગભગ ₹1.80 લાખ સુધી પહોંચી ગયો હતો. હવે ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે સોનાના ભાવ તે જ રેકોર્ડ સ્તરની નજીક પહોંચી શકે છે.
 
છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે, જેના કારણે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.50 લાખની ખૂબ નજીક પહોંચી ગયો છે. જો આજે તમે સોના-ચાંદીના દાગીના ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો ખરીદી પહેલાં તાજા ભાવ જરૂર જાણી લો.
 

સોનું 1.50 લાખની નજીક, ચાંદી પણ ચમકી

બુલિયન માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સોનું પ્રતિ 10 ગ્રામ ₹1.50 લાખના ઐતિહાસિક સ્તરની નજીક પહોંચી ગયું છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે.
 

24 કેરેટ સોનાનો ભાવ

એમસીએક્સ (MCX) અને સ્થાનિક સરાફા બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનું તેના સર્વોચ્ચ સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યું છે. આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ અંદાજે ₹1,49,147 સુધી પહોંચી ગયો છે.
આગળનો લેખ
ભારતમાં ટૂંક સમયમાં પ્લાસ્ટિક નોટો ચલણમાં આવશે ! 10 અને 20 રૂપિયાની નોટથી થશે શરૂઆત, જાણો શુ થશે ફાયદો