સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (16:09 IST)

ખેડૂતો પાસેથી સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે, જાણો શું નક્કી કરાયો ભાવ

esamridhi
esamridhi


- ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન
- ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી
- ખેડૂતોએ 5 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી દરમિયાન  ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 
 
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રયાડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. 
 
ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી ખરીદી કરાશે
સરકાર દ્વારા કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે,આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે. ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ 5 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 
 
આ ભાવ પ્રમાણે સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે
ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર તુવેર માટે 7000 પ્રતિ કિવ., ચણા માટે 5440 પ્રતિ કિવ. અને રાયડા માટે 5650 પ્રતિ ક્વિ. જાહેર કરવામાં આવ્યો છે.