રાજ્યમાં દૂધન ધોધ - રોજનું ૧૮ લાખ લિટર વધારાનું દૂધ ઉપલબ્ધ
રાજ્યમાં દૂધનો ધોધ વહી રહ્યો છે. હવે વધારાનું દૂધ અન્ય રાજ્યોમાં મોકલવું પડે છે. ગુજરાતમાં દૂધનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. હાલમાં દૂધમાંથી મુલ્યવર્ધીત ઉત્પાદનો બનાવવા છતાં ક્ષમતાથી વધુ દૂધ આવતા અમે રોજનું ૧૫ લાખ લીટર દૂધ પાડોશી રાયોની ખાનગી કે સહકારી ડેરીને મોકલી રહ્યા છીએ. આમ ગયા વર્ષ કરતા હાલમાં અમે ૧૭ થી ૧૮ ટકા વધુ દૂધનું પ્રોકયોરમેન્ટ કરી રહ્યા છીએ તેમ રાયની સૌથી મોટી સહકારી ડેરી ગુજરાત કો–ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મેનેજીગં ડીરેકટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું.
સીઆઈઆઈની માર્કેટીંગ અને બ્રાન્ડીંગ સમીટ બાદ સોઢીએ જણાવ્યું હતું કે, અમુલ બ્રાન્ડ ધરાવતી જીસીએમએમએફ પાસે પ્રતિ દિન ૧૮ મીલીયન લીટર દૂધના પ્રોસેસીંગની ક્ષમતા છે અને વધારાની વધુ બેથી અઢી મીલીયન દૂધનું પ્રોસેસીંગ કરવાની ક્ષમતા એકાદ વર્ષમાં ઉમેરીશું. હાલ શિયાળાના સમયગાળામાં અપેક્ષા કરતા વધુ દૂધ અમારી પાસે આવી રહ્યું છે. પ્રોસેસીંગ ક્ષમતા ન હોવાને પગલે પાડોશી રાયો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર્રમાં દૂધ આપીએ છીએ તેમાં કેટલુક તો ખાનગી ડેરીઓને પણ આપી દઈએ છીએ.
ઘણીવાર વરસાદ કે પાકની અછત ધરાવતા વર્ષમાં ખેડૂતો દૂધના ઉત્પાદન પર વધુ ધ્યાન આપે છે અને તેથી વધુ દૂધ પ્રોસેસીંગ માટે આવી રહ્યું છે. જો કે, આવી સ્થિતિમાં સૌથી ઉંચા અને સારા ભાવ ગુજરાતના જ ખેડૂતો મેળવી રહ્યા છે. અન્ય રાયો કરતા આપણે ત્યાના ખેડૂતોને દૂધના વધુ ભાવ મળે છે એમ સોઢીએ વધુમાં ઉમેર્યુ હતું