મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2017 (09:44 IST)

Gujarat No. 1 - સૌથી વધુ રોકાણ થતું હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત ફરી નંબર વન

ઇકોનોમિક થિંક ટેન્ક એનસીએઇઆરના અહેવાલ મુજબ સૌથી વધુ રોકાણ થતું હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત ફરી નંબર વન રહ્યું છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ગુજરાતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. એનસીએઇઆરના રિપોર્ટમાં ભારતમાં સૌથી વધુ રોકાણ ખેંચી લાવનાર રાજ્યો વિશે ઉલ્લેખ છે. ગુજરાત બાદ દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, તેલંગાણા, તામિળનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશનો ક્રમ છે.

20 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનો આ ક્રમ છ માપદંડોના આધારે નક્કી થયો છે. આ માપદંડોમાં શ્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમિક એન્વાયર્નમેન્ટ, રાજ્ય શાસનની વ્યવસ્થા અને રાજકીય વાતાવરણ- સ્થિરતા જેવી મુખ્ય બાબતો ઉપરાંત 51 પેટા માપદંડો પર આધારિત છે. ગુજરાતે આર્થિક વાતાવરણ અને ભાવિ અનુમાનોના માપદંડમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. દિલ્હીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, તામિલનાડુએ મજૂર મુદ્દામાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે, મધ્યપ્રદેશે જમીન મુદ્દે ટોચનો ક્રમ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે, 2016ની સરખામણીએ ગુજરાત અને દિલ્હી ફરી રાજ્યોની યાદીમાં ટોચ પર છે, જ્યારે હરિયાણા અને તેલંગણા પહેલીવાર મુખ્ય પાંચમાં સ્થાન મેળવવામાં સફળ નીવડ્યા છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળને રોકાણ માટેના ઓછાંમાં ઓછા અનુકૂળ રાજ્યોમાં સ્થાન મળ્યું છે, પરંતુ આ રાજ્યો વ્યક્તિગત આધારસ્તંભની બાબતે ઊંચું સ્થાન ધરાવે છે.