બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 7 જૂન 2020 (16:10 IST)

HDFC અદભૂત ઓફર્સ: કેશબેક, ડિસ્કાઉન્ટ, ઇઝી EMI સહિત ઘણા બધા બેનિફિટ્સ

અમદાવાદ: સમગ્ર દેશ લૉકડાઉનની અસરોમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે એચડીએફસી બેંકે આજે ‘સમર ટ્રીટ્સ’ લૉન્ચ કરી હતી, જે વેપારીઓ તેમજ પગારદારો અને સ્વ-રોજગારી ધરાવતા ગ્રાહકોની બદલાઈ રહેલી જરૂરિયાતોને સંતોષવા માટે રોમાંચક ઑફરો ધરાવે છે.
 
કોવિડ-19ના પ્રસારને નાથવા માટેના પ્રયાસોએ ગ્રાહકોની જીવનશૈલી અને માંગ બંનેને બદલી નાંખ્યાં છે. ઘરેથી કામ કરવું અને ઘરેથી થઈ રહેલાં શાળાકાર્યને પરિણામે ફોન, ટેબલેટ્સ, કમ્પ્યૂટર્સ અને તેના સંબંધિત એસેસરીની માંગ વધી ગઈ છે. સલામત ડિજિટલ ચૂકવણીઓ અને ખાનગી પરિવહનનો ઉદય થઈ રહ્યો છે. તે જ રીતે, દુકાનો અને વ્યવસાયો ફરીથી ખુલી રહ્યાં છે, જેમને વ્યવસાય માટે ધિરાણની જરૂરિયાત વર્તાઈ રહી છે.
 
મુખ્ય ઑફર્સ
1. આઇફોન એસઈના લૉન્ચ માટે વિશેષ ડિસ્કાઉન્ટ
2. મોટા એપ્લાયેન્સિસ માટે ‘નો કોસ્ટ ઇએમઆઈ’ અને કોઈ ડાઉનપેમેન્ટ નહીં
3. પસંદગીની બ્રાન્ડ્સ પર ડિસ્કાઉન્ટ્સ અને કૅશબેક
4. ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ કરીને થતાં ઓનલાઇન ખર્ચ પર 50% વધારાના રીવૉર્ડ પોઇન્ટ્સ
5. બેંકના અગ્રણી ઉત્પાદનો પર વિશેષ ઑફર્સ, જેમાં સમાવિષ્ટ છેઃ
 
o કાર લૉન પર પ્રથમ ત્રણ મહિના માટે 70% સુધી નીચા ઇએમઆઈ 
o ટુવ્હિલરની લૉન પર પ્રથમ ત્રણ મહિના માટે 50% સુધી નીચા ઇએમઆઈ
o પગારદાર કર્મચારીઓ માટે ઓવરડ્રાફ્ટની સુવિધા
o સ્વ-રોજગારી ધરાવતા ગ્રાહકો માટે ધિરાણની વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલી સ્કીમોનો સમુહ.
o પર્સનલ લૉન, ગોલ્ડ લૉન, ક્રિડેટ કાર્ડ પર લૉન, સંપત્તિની સામે લૉન, વ્યવસાય અને હૉમ લૉન પરની વિવિધ ઑફરો.
6. ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા પેઝેપ મારફતે થતાં ઓનલાઇન ખર્ચ પર વધારાના રીવૉર્ડ્સ
 
પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ તથા ડિજિટલ બેંકિંગ અને માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવએ સમર ટ્રીટ્સ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘લૉકડાઉનએ ગ્રાહકોની આદતોમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. વર્ક ફ્રોમ હૉમ (ઘરેથી કામ કરવું) અને લર્ન ફ્રોમ હૉમ (ઘરેથી થતું શિક્ષણકાર્ય) એ હવે વાસ્તવિકતા બની ગઈ છે અને આગામી લાંબા સમય સુધી આ પરિસ્થિતિ જળવાઈ રહેવાની છે. 
 
આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણો, એપ્લાયેન્સિસની માંગ તથા શૈક્ષણિક, મનોરંજન અને ફિટનેસ સબસ્ક્રિપ્શનમાં વધારો જોઈ રહ્યાં છીએ. આ ઉપરાંત ઑટો લૉન અને પર્સનલ લૉનથી માંડીને વ્યવસાયના ધિરાણની યોજનાઓ માટેની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સમર ટ્રીટ્સ ડિજિટલ રીતે અને અમારી બેંકના વ્યાપક નેટવર્ક મારફતે એમ બંને પ્રકારે આ તમામ નવી જરૂરિયાતોને સમર્થન પૂરું પાડનારી ઑફરો ધરાવે છે અને આમ તે ગ્રાહકોમાં હકારાત્મકતાની લાગણી પેદા કરે છે. અમને આશા છે કે, તે એક એવા આવર્તનનું નિર્માણ કરશે, જેમાં સૌ કોઈ લાભાન્વિત થાય.'
 
ગત ઑક્ટોબરમાં એચડીએફસી બેંકે ભારતનો સૌથી મોટો ફાઇનાન્શિયલ સર્વિસિઝ બોનાન્ઝા ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ લૉન્ચ કર્યો હતો, જેમાં લૉનથી માંડીને બેંક ખાતા સુધી બેંકિંગને લગતા તમામ ઉત્પાદનો પર વિશેષ ઑફરો પૂરી પાડવામાં આવી હતી. તેમાં 1,000થી પણ વધુ બ્રાન્ડ્સ પર ભારે ડિસ્કાઉન્ટ્સ પણ આપવામાં આવ્યાં હતાં