શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 23 માર્ચ 2021 (14:41 IST)

HDFC બેંકના ‘મુંહ બંધ રખો’ અભિયાને પુરા કર્યા 1,000 વર્કશોપ, 7 કરોડ લોકો સુધી પહોંચી આ રીતે ઘડ્યો હતો પ્લાન

સલામત બેંકિંગ વ્યવહાર સંબંધિત એચડીએફસી બેંકના ‘મુંહ બંધ રખો’ અભિયાને આ વર્ષે માર્ચ મહિનામાં 1,000મી વર્કશૉપ હાથ ધરી હતી. સાઇબર ફ્રોડ અને ઓનલાઇન છેતરપિંડીઓને નાથવા માટે સલામત બેંકિંગના વ્યવહારો અંગે લોકોને જાગૃત કરવા નવેમ્બર 2020માં આ 360-ડિગ્રી અભિયાન લૉન્ચ કરવામાં આવ્યું હતું. 7 કરોડ વ્યક્તિઓ સુધી પહોંચવા માટે બેંકે પ્રિન્ટ અને ડિજિટલ માધ્યમનો લાભ લીધો હતો. જનતાએ આ અભિયાનના ઓનલાઇન હિસ્સાને આવકાર્યો હતો, જેની મદદથી તેઓ બેંક દ્વારા લૉન્ચ કરવામાં આવેલ આર્ટિફિશિયલ રીયાલિટી ફિલ્ટર્સના સંદેશનો પ્રચાર કરી શક્યાં હતાં.
 
આ વર્કશૉપ્સ કાયદાની અમલબજવણી કરનારી એજન્સીઓ, સીનિયર સિટીઝનો, ચેનલ પાર્ટનર્સ, હાઉસિંગ સોસાયટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સુધીની વિવિધ ઑડિયેન્સ માટે હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ, નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા અને એસીઆઈ વર્લ્ડવાઇડ દ્વારા આ અભિયાનને સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું. બેંકે દેશના તમામ પ્રદેશોમાં આ અભિયાન હાથ ધર્યું હતું અને તેના સમયગાળાને 100 દિવસ સુધી લંબાવ્યો હતો.
 
એચડીએફસી બેંકના સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત મેહરાએ જણાવ્યું હતું કે, ‘1000મી વર્કશૉપ એ અમારા માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ બાબત વ્યાપક ઑડિયેન્સને સલામત બેંકિંગ અંગેના શ્રેષ્ઠ વ્યવહારોનો પ્રચાર કરવામાં મદદરૂપ થશે. એક ગ્રાહકકેન્દ્રી બેંક તરીકે અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અને સલામત બેંકિંગ ઉપાયો પૂરું પાડવાનું છે. સરકારી સત્તાધિકારીઓની સહભાગીદારી, પેમેન્ટ કૉર્પોરેશન્સના અધિકારીઓ અને વિષય નિષ્ણાતોએ હાજર રહેલા તમામના જ્ઞાનની અભિવૃદ્ધિ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.’
 
નેશનલ સાઇબર સિક્યુરિટી કૉઑર્ડિનેટર લેફ્ટ. જનરલ રાજેશ પંતે આ અભિયાન મારફતે સાઇબર સિક્યુરિટી અંગે જાગૃતિ ફેલાવવાના એચડીએફસી બેંકના પ્રયાસોને બિરદાવ્યાં હતાં અને તેમણે સૂચવ્યું હતું કે, આ પ્રકારના અભિયાનો કોઇને કોઈ સ્વરૂપે ચાલું રહેવા જોઇએ.