સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (08:36 IST)

એચડીએફસી બેંકે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સ માટે પાઇલટ પ્રોજેક્ટ કર્યો લૉન્ચ

hdfc
એચડીએફસી બેંકે આરબીઆઈના નિયામકીય સેન્ડબૉક્સ પ્રોગ્રામ હેઠળ વેપારીઓ અને ગ્રાહકો માટે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સનું પરીક્ષણ કરવા માટે ક્રન્ચફિશ સાથેની સહભાગીદારીમાં ‘ઑફલાઇન પે’ નામનો એક પાઇલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે.
 
એચડીએફસી બેંકના ‘ઑફલાઇન પે’ની મદદથી ગ્રાહકો અને વેપારીઓ મોબાઇલ નેટવર્ક ન હોય તો પણ ચૂકવણી કરી શકશે અને મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેંક સંપૂર્ણપણે ઑફલાઇન મૉડમાં ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લૉન્ચ કરનારી ઇન્ડસ્ટ્રીની પ્રથમ બેંક છે. તેનાથી જ્યાં નેટવર્કની કનેક્ટિવિટી ખરાબ હોય છે, તેવા નાના નગરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ્સનું સ્વીકરણ વધશે.
 
એટલું જ નહીં તેનાથી શહેરી વિસ્તારોમાં નેટવર્ક જામ થઈ જાય તેવા મોટા જાહેર કાર્યક્રમો, મેળાઓ અને પ્રદર્શનો દરમિયાન; નેટવર્ક બ્લાઇન્ડ સ્પોટ ધરાવતા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનો, પાર્કિંગ લૉટ્સ અને રીટેઇલ સ્ટોર્સ ખાતે  તથા નેટવર્ક નહીં ધરાવતા એરપ્લેન, સી-ફેરીઝ અને ટ્રેનોમાં કૅશલૅસ ચૂકવણીઓ સરળતાથી થઈ શકશે.
 
એચડીએફસી બેંક આરબીઆઈના નિયામકીય સેન્ડબૉક્સ પ્રોગ્રામના ચૂકવણીઓના સમૂહ હેઠળ ઑફલાઇન ડિજિટલ ચૂકવણીઓના પાઇલટ પ્રોજેક્ટને હાથ ધરવા માટે નિયામક સાથે કામ કરી રહી છે. સપ્ટેમ્બર 2022માં આરબીઆઈએ નિયામકીય સેન્ડબૉક્સને ઍક્સેસ કરવા માટે ક્રન્ચફઇશ સાથેની સહભાગીદારીમાં કરવામાં આવેલી એચડીએફસી બેંકની અરજીને મંજૂરી આપી દીધી હતી. 
 
ક્રન્ચફિશ ડિજિટલ કૅશ એબી એ ક્રન્ચફિશ એબીની સહાયક કંપની છે, જે સ્વીડનના સ્ટૉકહૉમમાં પ્રથમ નોર્થ ગ્રોથ માર્કેટ નેસ્ડેક પર સાર્વજનિક રીતે સૂચિબદ્ધ થયેલી કંપની છે. જો આ પાઇલટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો, તે ભારતમાં પેમેન્ટ ઇકોસિસ્ટમને ક્રન્ચફિશ ડિજિટલ કૅશ પ્લેટફૉર્મ પર આધારિત ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સની સેવા પૂરી પાડવામાં આરબીઆઈના માર્ગદર્શન અને નિયામકીય સમર્થનને આધાર પૂરો પાડશે.
 
ડિજિટલ પેમેન્ટમાં બેમાંથી એક પાર્ટી (કાં તો ગ્રાહક અથવા તો વેપારી) ઓનલાઇન હોવી જરૂરી છે. તેના કારણે આ પ્રકારની ચૂકવણીઓનો ઉપયોગ સારી ડેટા કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારો પૂરતો મર્યાદિત થઈ જાય છે. એચડીએફસી બેંકની ‘ઑફલાઇન પે’ એક વિશિષ્ટ પ્રકારની ક્ષમતા પૂરી પાડે છે, જેમાં ગ્રાહક અને વેપારી બંને સંપૂર્ણપણે ઑફલાઇન રહીને ટ્રાન્ઝેક્શન કરી શકે છે. વેપારીઓ ઑફલાઇન મૉડમાં હોવા છતાં તરત જ ચૂકવણી થઈ ગયાંની પુષ્ટી મેળવી શકે છે. વેપારી કે ગ્રાહક ઑનલાઇન થવાની સાથે જ ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ થઈ જાય છે.
 
એચડીએફસી બેંકના પેમેન્ટ્સ બિઝનેસ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેંકિંગ અને માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવે જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક ‘ઑફલાઇન પે’ને લૉન્ચ કરવા માટે નિયામકના માર્ગદર્શન હેઠળ કામ કરીને અને ક્રન્ચફિશ ડિજિટલ કૅશ સાથે સહભાગીદારી કરીને ખૂબ જ ખુશ છે. આ નવીનીકરણ ડિજિટલ ચૂકવણીઓની સ્વીકૃતિને શક્ય બનાવી અંતરિયાળ વિસ્તારોમાં નાણાકીય સમાવેશનની પ્રક્રિયા ઝડપી બનાવશે, કારણ કે, વેપારીઓ અને ગ્રાહકો તેની મદદથી કોઇપણ નેટવર્ક વગર ટ્રાન્ઝેક્શન કરી શકે છે. એચડીએફસી બેંક તેના ગ્રાહકો અને વેપારીઓ સમક્ષ વધુને વધુ ડિજિટલ નવીનીકરણો અને પેમેન્ટ સોલ્યુશનો લાવવા માટે કટિબદ્ધ છે.’
 
હાલમાં એચડીએફસી બેંક ભારતના 16થી વધુ શહેરો અને નગરોમાં 4 મહિના માટેના તેના મર્યાદિત પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે આ સેવાનું અમલીકરણ કરશે. બેંક ઇન્વિટેશન લિંક મારફતે અન્ય બેંકોના વેપારીઓ અને યુઝરો માટે ‘ઑફલાઇન પે’નો અનુભવ મેળવવાનું શક્ય બનાવશે. આ પાઇલટ પ્રોજેક્ટ દરમિયાન ઑફલાઇન ટ્રાન્ઝેક્શનની રકમ ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 200 સુધી મર્યાદિત રહેશે. અન્ય બેંકોના ગ્રાહકો અને વેપારીઓ સાથે ઑફ-અસ ટ્રાન્ઝેક્શનને પ્રદર્શિત કરવા માટે એચડીએફસી બેંકે આઇડીએફસી ફર્સ્ટ બેંક સાથે સહભાગીદારી કરી છે. આ પાઇલટ પ્રોજેક્ટ માટે કસ્ટમર અને મર્ચંટ એપ્સ તૈયાર કરવા એચડીએફસી બેંકે એમ2પી ફિનટૅક પ્રા. લિ.ની સાથે હાથ મિલાવ્યાં છે.