શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 નવેમ્બર 2018 (07:28 IST)

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કીંગમાં ભારતે 77મું સ્થાન મેળવ્યુ, એક વર્ષના ગાળામાં સૌથી મોટી છલાંગ

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કીંગમાં ભારતે મોટી છલાંગ લગાવી છે.  વિશ્વ બેન્ક તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં 23 પોઈન્ટ આગળ સરકી ભારતે 77મું સ્થાન મેળવ્યુ છે. ભારત ગયા વર્ષે 100માં સ્થાન પર હતુ. છેલ્લા બે વર્ષમાં ભારતના રેન્કીંગમાં 53 પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે  વર્લ્ડ બેન્કે 190 દેશોની યાદીમાંથી આ યાદી જાહેર કરી છે.
 
નરેન્દ્ર મોદી સરકારે 2014માં સત્તા મેળવ્યા બાદ ભારતના રેન્કીંગ 142 પર હતુ. PM એ આવનારા દિવસોમાં ભારત ટૉપ 50 દેશોની યાદીમાં સમાવેશ થાય તેવુ લક્ષ્ય આપ્યુ છે. આ એક વર્ષના ગાળામાં ભારત દ્વારા લગાવવામાં આવેલી સૌથી મોટી છલાંગ છે. માનવામાં આવી રહ્યું છે કે આ રેન્કિંગથી ભારતને વધુમાં વધુ વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળશે.