શશિ થરૂરનુ વિવાદિત નિવેદન, PM શિવલિંગ પર બેસેલા વિચ્છુ જેવા. જેમને ન હાથથી હટાવી શકાય કે ન તો ચપ્પલથી મારી શકાય
.
કોંગ્રેસ નેતા શશિ થરૂ પોતનાઅ નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં આવતા જ રહે છે. હાલ તેઓ પોતાના નવા પુસ્તક ધ પૈરાડોક્સિકલ પ્રાઈમ મિનિસ્ટર ને લઈને ચર્ચામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શશિ થરૂરની ટિપ્પણીએ નવો વિવાદ ઉભો કર્યો છે. થરરે બેંગલુરુ લિટરેચર ફેસ્ટમાં આરએસએસના એક અજ્ઞાત સૂત્રના હવાલો આપતા કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેસેલા વિચ્છુ જેવા છે. જેને ન તો હાથથી હટાવી શકાય છે કે ન તો ચપ્પલથી મારી શકાય છે. થરૂરના આ નિવેદન પર બીજેપીએ તીખી પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે ખુદને શિવભક્ત કહેનારા રાહુલ ગાંધીને થરૂરની આ ટિપ્પણી બદલ માફી માંગવી જોઈએ.
બેંગ્લુરુમાં શશિ થરૂરે લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું કે, આરએસએસના પ્રચારકે કારવાંના પત્રકાર વિનોદ જોશીને કહ્યું કે, મોદી શિવલિંગ પર બેઠેલ વીંછી જેવા છે જેને ન હાથથી હટાવી શકાય કે ન ચંપલથી મારી શકાય. જો હાથેથી હટાવવામાં આવે તો તે ખરાબ રીતે ડંખ મારી લેશે. ચપ્પલથી મારશો તો ધર્મનું અપમાન ગણાશે.
થરૂર રવિવારે બેંગલુરુમાં લિટરેચર ફેસ્ટિવલમાં હાજર રહ્યાં હતા. જ્યાં તેઓ પોતાનું પુસ્તક 'ધ પેરાડોક્સિયલ પ્રાઈમ મિનિસ્ટર' અંગે વાત કરી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, "મોદી હાલનું વ્યક્તિત્વ તેમના સમકક્ષો માટે નિરાશાનો વિષય બની ગયું છે. મોદિત્વ, મોદી પ્લસ હિંદુત્વના કારણે તેઓ સંઘથી પણ ઉપર થઈ ગયા છે."