ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 ઑક્ટોબર 2018 (13:03 IST)

ચીનને ચોખા અને સરસવ વેચીને મોદી સરકાર ઘટાડશે વેપારની ખોટ

ભારત-ચીન વેપાર ખોટને પુરી કરવા માટે બંને દેશો વચ્ચે મહત્વની સમજૂતી થઈ છે. કેન્દ્રીય કોમર્સ અંને ઈંડસ્ટ્રી મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ કે ચીન સરકાર ભારત સાથે પોતાની નિકાસ વધારવા તૈયાર થયુ છે. કૉન્ફેડરેશન ઓફ ઈંડિયન ઈડસ્ત્રી (સીઆઈઆઈ) ના મંચ પરથી પ્રભુએ દાવો કર્યો કે વર્તમાન વૈશ્વિક પડકારે ભારતને પોતાની નિકાસ વધારવાની સોનેરી તક આપી છે. 
 
પ્રભુ મુજબ ચીન સરકારને નવેમ્બરમાં ભારતીય એક્સપોર્ટર સાથે મુલાકાત કરવાનો નિર્ણય લીધો છે.  આ મુલાકાતમાં ભારતીય એક્સપોર્ટર દ્વારા ચીનમાં ટ્રેડ અવરોધને દૂર કરવા માટે મહત્વના પગલા ઉઠાવવાની  જવાબદારી કરવામાં આવશે. 
 
વૈશ્વિક વેપારમાં જ્યા ચીન દુનિયાની સૌથી મોટી નિર્યાતક છે તો બીજી બાજુ ભારતનેચીન તરફથી સૌથી વધુ ખોટ ઉઠાવવી પડે છે. ન્યૂઝ એજંસી મુજબ ભારત સરકાર આ વેપાર ખોટને ઓછી કરવા માટે ચોખા અને સફેદ સરસવની નિકાસને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી રહ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ભારત ગંભીર વેપાર ખોટની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. વેપાર ખોટ મતલબ કોઈ દેશની આયાત અને નિકાસમાં અંતર. જો કોઈ દેશ પોતાની જરૂરિયાતના ઉત્પાદને વૈશ્વિક બજારમાંથી ખરીદે છે પણ એટલી જ કિમંતની નિકાસ દુનિયાને નથી કરતુ તો તે વેપારમાં ખોટનો શિકાર બને છે. આ વેપાર ખોટનુ નુકશાન દેશની અર્થવ્યવસ્થાને ઉઠાવવુ પડે છે.