શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By વેબદુનિયા ડેસ્ક|
Last Updated : ગુરુવાર, 16 જૂન 2022 (14:49 IST)

Shortage Of Petrol Diesel - શુ રાજ્યમાં ખરેખર પેટ્રોલની સમસ્યા છે ? આવો જાણીએ અફવા અને હકીકત

no petrol
શુ દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પેટ્રોલ નથી મળી રહ્યુ ? છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારના સમાચાર વહેતા થઈ ગયા છે. જેને કારણે લોકો એક સાથે મોટા જથ્થામાં પેટ્રોલ ભરાવી  રહ્યા છે. મઘ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, પંજાબ, હિમાચલ અને કર્ણાટકમાં પેટ્રોલ-ડીઝલની કમી સાથે જોડાયેલા સમાચાર વોટ્સએપ ગ્રુપમાંથી બહાર નીકળીને હવે મીડિયા સુધી પહોંચી ગયા છે. વિવિધ મીડિયામાં કહેવાય રહ્યુ છે કે આ રાજ્યો પેટ્રોલની શોર્ટેજનો સામનો કરી રહ્યા છે.  એકાદ-બે પેટ્રોલ પંપ પર પેટ્રોલ આઉટ ઓફ સ્ટોક નુ બોર્ડ પણ લગાવી દીધુ જેથી આ અફવા ઝડપથે ફેલાઈ ગઈ કે ગુજરાતમાં પેટ્રોલ ખૂટી ગયુ છે.. ગુજરાતમાં પેટ્રોલ નથી મળી રહ્યુ અને  લોકોને લાગવા માંડ્યુ કે પેટ્રોલ-ડીઝલનુ સંકટ ઉભુ થયુ છે.  જો કે ગઈકાલે જ સરકારે કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલ ઉત્પાદન કોઈપણ માંગમાં વૃદ્ધિ પુર્ણ કરવા માટે સ્ટોક પૂરતો છે. જો સરકાર કહી રહી છે કે પેટ્રોલ ડીઝલની કમે નથી તો પછી કેટલાક રાજ્યો સહિત ગુજરાતમાં પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલની કમી કેમ બતાવાય રહી છે. 
 
આ અંગે અમે જમીની હકીકત જાણવા માટે વડોદરાના રહેનારા યુવાન બંકિમ દેસાઈ સાથે વાત કરી. બંકિમભાઈનુ કહેવુ છે કે ગઈકાલ સુધી પેટ્રોલની કોઈ સમસ્યા નહોતી અને અહી પેટ્રોલ પંપ પર શોર્ટેજ નથી હાલ તો આ ફક્ત અફવા જ છે 
petrol pump
બીજી બાજુ વડોદરાના જ કારેલીબાગ વિસ્તારના રહેનારા કેતનભાઈ કાળભોરનુ કહેવુ છે કે "પેટ્રોલ પંપ જ બંધ છે. તેમને સપ્લાય નથી મળી રહ્યો એટલે પેટ્રોલ પંપ બંધ રાખ્યા છે. જે પેટ્રોલ પંપ પર પેટ્રોલનો સ્ટોક હોય ત્યા સુધી વેચાય અને જ્યા ખલાસ થઈ જાય એ પેટ્રોલ પંપ બંદ થઈ જાય. જેને કારણે જ્યા પેટ્રોલ પંપ મળી રહ્યુ છે ત્યા પેટ્રોલ માટે લાંબી લાઈનો લાગી રહી છે.  એક તરફ પેટ્રોલિયમ ડીલરો દાવો કરે છે કે BPCL અને HPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણનાં સપ્લાયમાં ઘટાડો કરી દીધો છે અને માગના માત્ર ચોથા ભાગનું જ ઓઈલ પૂરું પાડી રહ્યા છે, જ્યારે સરકાર અને તેલ કંપનીઓ દાવો કરે છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી." 
અમદાવાદના અતુલ પટેલનુ કહેવુ છે કે પેટ્રોલની ગઈકાલ સુધી કોઈ સમસ્યા નહોતી. વધુ લાઈન પણ નહોતી. પરંતુ આજે બધે સમાચાર વહેતા થયા છે કે પેટ્રોલ મળી રહ્યુ નથી.  લોકો જરૂર કરતા વધુ પેટ્રોલ ભરાવે તો જે સ્ટોક એક દિવસ ચાલી શકતો હોય તે અડધો દિવસમાં જ ખલાસ થઈ જાય એ તો દેખીતુ છે.  અફવાઓએ પેટ્રોલની અછતનો ભય ઉભો કર્યો અને લોકો પોતાની ટેવ મુજબ ઘરની બધી ગાડીઓના ફુલ ટેંક ભરાવવા માંડ્યા.   પેટ્રોલ અને ડીઝલની માગ વધી છે. પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદન માગમાં ઉછાળાને પહોંચી વળવા માટેના પ્રયાસ સરકાર કરી રહી છે. જ્યારે માગમાં વધારો થવાનું કારણ કૃષિ પ્રવૃત્તિ જણાવાયું છે. ઓઈલ કંપનીઓએ ડેપો અને ટર્મિનલ પર સ્ટોક વધારીને આ સમસ્યાનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે
petrol bunks
ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં સરકારી પેટ્રોલ પંપ્સ પર પેટ્રોલ ડીઝલની સારી એવી ડિમાંડ જોવા મળી છે. જેની પાછળનુ કારણ છે. પહેલુ તો એ કે અનેક રાજ્યોમાં ધનની રોપણી અને બીજા ખેતી સાથે જોડાયેલા કાર્યોને કારણે ડીઝલની માંગ વધી છે. બીજુ એ કે પેટ્રોલ ડીઝલના રોકાણ વધી જવાથી પેટ્રોલ પંપ્સ પર બોઝ ખૂબ વધી ગયો છે અને તે ખોટમાં તેલ વેચી રહ્યા છે. બીજા કારણો ખાનગી કંપનીઓ સાથે જોડાયેલા છે. તેલ વેચનારી કંપનીઓ ખોટથી બચવા માટે વેચાણમાં કપાત કરી રહી છે.