સંબંધિત સમાચાર
- LPG સિલિન્ડર પર સબસિડી મુદ્દે મોટો ઝટકો
- Do This For a Subsidy On Gas- તમારા ખાતામાં કેટલી એલપીજી સિલિન્ડર સબસિડી જમા કરવામાં આવી રહી છે? તે કેવી રીતે જાણો
- LPG Price 1 June: સસ્તું થઈ ગયુ એલપીજી સિલેંડર આજથી 135 રૂપિયા ઓછા થયા ભાવ
- LPG Cylinder Price: LPG મા કાલે થશે મોટો ભાવ વધારો
- 1 જૂનથી થશે આ 6 મોટા ફેરફાર-1 જૂનથી જોવા મળશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર
LPG Gas Connection- ગેસ સિલેંડર પછી કનેક્શન લેવુ પણ થયુ મોંઘુ, હવે 1450 રૂપિયા નહી પણ આટલા રૂપિયા ચુકવવા પડશે
LPG Gas Connection- જો તમે નવું LPG ગેસ કનેક્શન (LPG Gas Connection) લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમને ચોંકાવી દેશે. જી હા, પેટ્રોલિયમ કંપનીઓએ નવા ઘરેલુ ગેસ કનેક્શનની કિંમતમાં વધારો કર્યો છે. અગાઉ સિલિન્ડરનું કનેક્શન લેવા માટે 1450 રૂપિયા ચૂકવવા પડતા હતા. પરંતુ હવે આ માટે તમારે 750 રૂપિયા વધુ એટલે કે 2200 રૂપિયા ચૂકવવા પડશે.
બે સિલિન્ડર માટે 4400 રૂપિયાની સુરક્ષા
વાસ્તવમાં પેટ્રોલિયમ કંપનીઓ વતી 14.2 કિલો વજનના ગેસ સિલિન્ડરના કનેક્શનમાં પ્રતિ સિલિન્ડર 750 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો તમે બે-સિલિન્ડર કનેક્શન લો છો, તો તમારે 1500 રૂપિયાની વધારાની રકમ ચૂકવવી પડશે. એટલે કે, તમારે આ માટે 4400 રૂપિયા સિક્યોરિટી તરીકે ચૂકવવા પડશે. અગાઉ આ માટે 2900 રૂપિયા ચૂકવવા પડતા હતા. કંપનીઓ દ્વારા કરવામાં આવેલ આ ફેરફાર 16 જૂનથી લાગુ થશે
હવે રેગ્યુલેટર માટે 250 રૂપિયા ચૂકવવા પડશે
તેવી જ રીતે, 150 રૂપિયાના બદલે તમારે રેગ્યુલેટર માટે 250 રૂપિયા ખર્ચવા પડશે.
હવે નવું કનેક્શન 3690 રૂપિયામાં મળશે
જો તમે હવે એક સિલિન્ડર સાથે નવું ગેસ કનેક્શન લેવા જાઓ છો, તો તેના માટે તમારે 3690 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે સ્ટોવ લેવા માંગો છો, તો તમારે તેના માટે અલગથી ચૂકવણી કરવી પડશે. એલપીજીની સતત વધી રહેલી કિંમતો વચ્ચે કનેક્શનની કિંમતને લઈને લોકો હેરાન થઈ ગયા છે.
