શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 31 ઑક્ટોબર 2018 (14:39 IST)

મુકેશ અંબાણીની દિકરી ઈશાના લગ્નની તારીખ નક્કી થઈ, આ દિવસે લેશે આનંદ સાથે સાત ફેરા

દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાનીના લગ્નની ડેટ આવી ગઈ છે. ઈશાના લગ્ન પીરામલ ગ્રુપના અજય પીરામલના પુત્ર આનંદ સાથે નક્કી થયા છે.   એજંસી મુજબ  બંનેના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં થશે. ઉલ્લેખનીય છે કે 21 સપ્ટેમ્બરના રોજ ઈટલીમાં બંનેની ભવ્ય અંદાજમાં સગાઈ થઈ હતી.  જેમા પ્રિયંકા ચોપડા પોતાના ફિયાંસ નિક જોનસ સાથે બીજા અનેક બોલીવુડ હસ્તિયોએ હાજરી આપી હતી . 
 
ઉલ્લેખનીય છે કે મંગળવારે જ બંનેના લગ્નની કંકોતરીને સૌથી પહેલા ગણપતિ બાપ્પાને ભેટ કરાઈ. નીતા અને મુકેશ અંબાણી સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા. જ્યા તેમણે પ્રાર્થના કરી અને પોતાની પુત્રીના લગ્નનુ પ્રથમ કાર્ડ ભેટ કર્યુ. 
આ દરમિયાન બંને સાથે તેમનો નાનો પુત્ર અનંત અંબાની અને મુકેશ અંબાનીની માતા કોકિલા બેન પણ હાજર હતી. બધા ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા હતા. બીજી બાજુ નીતા અંબાણીન હાથમં પૂજાની થાળી હતી જેમા લગ્નનુ કાર્ડ મુક્યુ હતુ.  બંનેના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં જ થશે.