ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2023 (18:26 IST)

રિલાયંસ જિયોએ લૉંચ કર્યો 999 રૂપિયામાં 4જી ફોન 'જિયો ભારત V2', 25 કરોડ ગ્રાહકો પર નજર

bharat  jio
bharat jio

-   2G મુક્ત ભારતની હિમાયત કરતા રહ્યા છે મુકેશ અંબાણી 
-   'Jio ભારત પ્લેટફોર્મ' પણ લોન્ચ  
-  બીજા ફોન બ્રાન્ડ્સ પણ 'ભારત ફોન' બનાવવા માટે 'Jio ભારત પ્લેટફોર્મ'નો ઉપયોગ કરી શકશે.
- કાર્બન કંપનીએ 'Jio ભારત પ્લેટફોર્મ'નો ઉપયોગ શરૂ કર્યો
-  123 રૂપિયાના માસિક પ્લાનમાં 14 જીબી ડેટા મળશે
 
નવી દિલ્હી, 3 જુલાઈ, 2023: રિલાયન્સ જિયોએ 4G ફોન 'Jio Bharat V2' લોન્ચ કર્યો છે. 'Jio Bharat V2' ખૂબ જ સસ્તા ભાવે મળી રહેશે જેની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની નજર ભારતમાં લગભગ 25 કરોડ 2G ગ્રાહકો પર છે. આ ગ્રાહકો હાલમાં એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયો માત્ર 4G અને 5G નેટવર્ક ચલાવે છે. રિલાયન્સ જિયોનો દાવો છે કે 'Jio Bharat V2'ના આધારે કંપની 10 કરોડથી વધુ ગ્રાહકો ઉમેરશે.
 
માર્કેટમાં ઈન્ટરનેટ પર કામ કરતા ઉપલબ્ધ તમામ ફોનમાં 'Jio Bharat V2'ની કિંમત  સૌથી ઓછી છે. 999 રૂપિયામાં ઉપલબ્ધ 'Jio Bharat V2' નો માસિક પ્લાન પણ સૌથી સસ્તો છે. 28 દિવસની વેલિડિટીવાળા પ્લાન માટે ગ્રાહકોએ 123 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અન્ય ઓપરેટરોના વોઈસ કોલ અને 2 જીબી માસિક પ્લાન માત્ર રૂ. 179 થી શરૂ થાય છે.  આ ઉપરાંત, કંપની 'Jio Bharat V2' ના ગ્રાહકોને 14 GB 4G ડેટા આપશે એટલે કે અડધો GB પ્રતિ દિવસ, જે ના 2 GB ડેટા કરતાં 7 ગણો વધુ છે. 'Jio Bharat V2' પર એક વાર્ષિક પ્લાન પણ છે જેના માટે ગ્રાહકે 1234 રૂપિયા ચૂકવવા પડશે.
 
રિલાયંસના માલિક મુકેશ અંબાની સાર્વજનિક મંક પ રથી 2જી મુક્ત ભારતની પેરવી કરતા રહે છે. કંપનીએ 25 કરોડ 2જી ગ્રાહકોને 4જીમાં લાવવા માટે જિયો ભારત પ્લેટફોર્મ પણ લોંચ કર્યુ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ બીજી કંપનીઓ પણ 4જી ફોન બનાવવા માટે કરી શકશે.  કાર્બને આનો ઉપયોગ શરૂ પણ કર્યો છે.  વિશેષજ્ઞોને અપેક્ષા છે કે ટૂંક સમયમાં 2G ફીચર ફોનનુ સ્થાન જલ્દી જ 4G ભારત સીરીઝના મોબાઇલ લઈ લેશે. 
 
2G ગ્રાહકોને આકર્ષવા માટે, કંપનીએ 2018માં JioPhone પણ લાવ્યો હતો. JioPhone આજે 13 કરોડથી વધુ ગ્રાહકોની પસંદગી બન્યુ છે. કંપનીને 'Jio Bharat V2' પાસેથી આ જ અપેક્ષાઓ રાખી છે. કંપનીએ 7મી જુલાઈથી 'Jio Bharat V2'નું બીટા ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપની 'Jio Bharat V2'ને 6500 તાલુકાઓમાં લઈ જવા માંગે છે.
 
દેશમાં બનેલ અને માત્ર 71 ગ્રામ વજન ધરાવતું 'Jio Bharat V2' 4G પર કામ કરે છે, તેમાં HD વૉઇસ કૉલિંગ, FM રેડિયો, 128 GB SD મેમરી કાર્ડ સપોર્ટ જેવી સુવિધાઓ છે. મોબાઈલમાં 4.5 સે.મી. કી TFT સ્ક્રીન, 0.3 મેગાપિક્સલ કેમેરા, 1000 mAh બેટરી, 3.5 mm હેડફોન જેક, શક્તિશાળી લાઉડસ્પીકર અને ટોર્ચ ઉપલબ્ધ છે.
 
જિયો ભારત V2 મોબાઇલ ગ્રાહકોને Jio-Saavn ના 8 કરોડ ગીતો અને JioCinemaના સબ્સ્ક્રિપ્શનની ઍક્સેસ પણ મળશે. ગ્રાહકો Jio-Pay દ્વારા UPI પર પણ ટ્રાન્ઝેક્શન કરી શકશે. ભારતની કોઈપણ મોટી ભાષા બોલતા ગ્રાહકો પોતાની ભાષામાં Jio Bharat V2 માં કામ કરી શકશે. આ મોબાઈલ 22 ભારતીય ભાષાઓમાં કામ કરી શકે છે.