રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2023 (12:55 IST)

ગુજરાતમાં ટામેટાના ભાવ લાલઘૂમ, કિલોનો ભાવ 100ને પાર પહોંચ્યો

Tomato
ગુજરાતમાં ચોમાસાની સીજન ચાલુ થતાની સાથે જ શાકભાજીઓના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે. હાલમાં ટામેટાંના છૂટક ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર જોવા વળી છે. ટામેટાં સામાન્ય દિવસોમાં 20 થી 40 રૂપિયાના કિલો હતા તે હાલ 100 ને પાર પહોંચી ગયા છે. હાલ વેપારીઓ જણાવી રહ્યા છે કે વધારે પડતા વરસાદના કરણે ભાવ આટલા વધ્યા છે. નવો પાક આવતાની સાથે ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.

અમદાવાદ શહેરમાં ટમેટાંના ભાવમાં વધારો થયો છે. હાલમાં 100 રુપિયા કિલો ટમેટા છે જે પંદર દિવસ પહેલા 50-60 રુપિયા કિલો હતા. આ જ મુદ્દે અમદાવાદના છૂટક શાકભાજી વેપારીઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ટમેટાના ભાવમાં વધારો થયો છે પરંતુ મોટા વેપારીઓ ભાવ વધારાનું કારણ જણાવતા નથી, ઉપરાંત આ મુદ્દે મોટા વેપારીઓ ભાવ વધારાનો સરખો જવાબ આપતા નથી. ભાવ વધારાની અસર તેમના ધંધા પર પણ પડી રહ્યી છે. વેપારીઓના મતે સામાન્ય રીતે ટમેટા ઠંડા પ્રદેશમાં થાય છે જેથી અહીં તેની સિઝન પુરી થઇ ગઈ છે જેથી તે બહારથી આવતા હોવાથી તેના ભાવમાં વધારો થયો છે.

આ વખતે ગરમીના કારણે મહારાષ્ટ્રથી અને ગુજરાતમાં આવતા ટામેટા ખરાબ થઇ જવાના કારણે અને ટામેટાનું ઉત્પાદન ઓછું થવાના કારણે ગુજરાતમાં ટામેટાના ભાવોમાં ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસોમાં પ્રતિકિલો રૂપિયા 20 ના ભાવે વેચાતા ટામેટા હાલ જથ્થાબંધ માર્કેટમાં 60 થી 65 રૂપિયા અને છૂટકમાં રૂપિયા 80 થી 100 ના ભાવે વેચાઈ રહ્યા છે. પરિણામે ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે આગામી સપ્તાહમાં ગરમીનું પ્રમાણ ઘટવાના કારણે અને તે સાથે ટામેટાની આવકમાં પણ વધારો થવાથી ભાવ નિયંત્રણમાં આવી જશે. ટામેટાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 10 થી 15 દિવસ પહેલા જે ટમેટોના ભાવ હતા તેમાં એકા એક જ વધારો નોંધાયો છે.

સુરતની એપીએમસી માર્કેટમાં જથ્થાબંધ ભાવ કિલો દીઠ 40 રૂપિયાથી 60 રૂપિયા હતો. જે છૂટક બજારમાં હાલ અત્યારે 70 રૂપિયાથી 100 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે. એકાએક ટામેટાના ભાવમાં વધારો થતા ટામેટાની ખરીદી ઉપર તેની અસર દેખાઈ રહી છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ટામેટાના ભાવમાં થયેલો વધારો ગૃહિણી માટે મુશ્કેલ પુરવાર થઈ રહ્યો છે. ટામેટાના ભાવમાં થયેલો આ વધારો થોડા દિવસ યથાવત રહેશે તેવું વેપારીઓ પણ માની રહ્યા છે.