1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 30 નવેમ્બર 2021 (15:23 IST)

Proud To Be Indian - ગૂગલ, ટ્વિટર કે પછી માઈક્રોસોફ્ટ... ભારતીયોના હાથમાં છે આ દિગ્ગ્જ કંપનીઓની કમાન... જાણો તેમના વિશે

ભારતીય મૂળના પરાગ અગ્રવાલે ટ્વિટરના નવા મુખ્ય કાર્યકારી અધિકારીના રૂપમા જૈક ડોર્સીનુ સ્થાન લીધુ છે. પરાગના ટ્વિટરના સીઈઓ બન્યા પછી ભારતીય મૂળના એ લોકોની ચર્ચા થવી શરૂ થઈ છે, જે દુનિયાની ટોપ કંપનીઓના સીઈઓ છે. પરાગ પહેલા ભારતીય મૂળના અનેક લોકો કંપનીના સીઈઓ બન્યા અને આ લિસ્ટ ખૂબ લાંબી છે, જે બતાવે છે કે ભારતીયોનો દુનિયાની મોટી કંપનીઓના ઉચ્ચ પદ પર કબજો છે. આવો જાણીએ આ લિસ્ટમાં કયા કયા નામનો છે સમાવેશ 
ગૂગલ - દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં એક ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ ભારતીય મૂળના જ છે. સુંદર પિચાઈને વર્ષ 2015માં કંપનીના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. આઈઆઈટી ખડગપુરથી અભ્યાસ કરી ચુકેલા પિચાઈએ 2004માં ગૂગલ જોઈન કર્યુ હતુ. 
માઈક્રોસોફ્ટ - સોફ્ટવેયર કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ ભારતીય મૂળના સત્યા નડેલા છે. તેઓ વર્ષ 2014માં કંપનીના સીઈઓ તરીકે નિમણૂક પામ્યા હતા અને અત્યાર સુધી આ પદ પર કાબેજ છે. 
IBM- આંધ્ર પ્રદેશમાં જન્મેલા અરવિંદ કૃષ્ણા, દુનિયાની જાણીતી કમ્પ્યુટર હાર્ડવેયર કંપની IBMના વર્તમાન ચેયરમેન અને સીઈઓ છે. અરવિંદને એપ્રિલ 2020માં કંપનીના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અરવિંદ પાસે ભારત ઉપરાંત અમેરિકાની પણ નાગરિકતા છે. તેણે આઈઆઈટી કાનપુરથી એંજિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. 
Adobe- કંમ્પ્યુટર સોફ્ટવેર કંપની Adobeના સીઈઓ શાંતનૂ નારાયણ છે. શાંતનૂ નારાયણે ઈંડિયન અમેરિકન બિઝનેસ એક્ઝીક્યુટિવ છે. તેઓ કંપનીના ચેયરમેન પ્રેસિડેંટ અને સીઈઓ છે. આ પહેલા 2005 હી 2007 સુધી તેઓ કંપનીના સીઓઓ હતા. 
 
VMware- VMwareના સીઈઓ પણ ભારતીય મૂળના રઘુ રઘુરામ છે. તેમણે વર્ષ 2003માં કંપની જોઈન કરી હતી અને તેઓ કંપનીના સીઈઓ છે. રઘુરામે પણ આઈઆઈટી બોમ્બેથી જ અભ્યાસ કર્યો છે. 
 
Deloitte- પ્રોફેશનલ સર્વિસેજ  Deloitte ના સીઈઓ પુનીત રોહતકના રહેનારા છે.  તેઓ હાલ કંપનીના સીઈઓ છે અને 2 015માં તેમણે કંપનીના સીઈઓ બનાવ્યા હતા. આ પહેલા તેઓ Deloitte કંસલટિંગ એલએલપીના સીઈઓ હતા.