બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 1 જુલાઈ 2021 (15:54 IST)

ખતરામાં પ્રાઈવેસી- Ok Google ઓકે નથી, ગૂગલના કર્મચારી સાંભળે છે તમારી વાતોં

ગૂગલના વર્ચુઅલ અસિસ્ટેંટના કામની રીતથી આખી દુનિયામાં ખૂબ વખાણ થાય છે. દાવો છે કે તમારી એક કમાંડ પર ગૂગલનો એક વર્ચુઅપ અસિસ્ટેંટ લાખોમાં પરિણામ આવે છે પણ જ્યારે તમને આ ખબર પડશે કે ગૂગલનો અસિસ્ટેટ કેવી રીતે કામ કરે છે તો તમને હેરાની થશે. ગૂગલ અસિસ્ટેંટથી તમે જે પણ વાત કરો છો, તે વાતને કંપનીના કર્મચારી સાંભળે છે. ગૂગલએ પણ આ વાતને સ્વીકાર કર્યુ છે. આજે જેમ જ તમારા ફોન પર ગૂગલ અસિસ્ટેંટને શરૂ કરીને "ઓકે ગૂગલ" બોલો છો તેને કંપનીના કર્મચારી સાંભળે છે. સૂચના પ્રોદ્યોગિક પર શશિ થરૂરની અધ્યક્ષતા વાળી સંસદની સ્થાયી સમિતિમાં કંપની પોતે 
 
આ વાત માની છે. આ રિપોર્ટ પર ગૂગલએ કહ્યુ કે ઘણી વાર આવુ હોય છે કે જ્યારે યૂજર્સ વર્ચુઅલ અસિસ્ટેંટનો ઉપયોગ નહી કરે છે પણ આ દરમિયાન પણ તેની વાતોનો રેકાર્ડ કરાય છે.સૌથી હેરાન કરનારી વાત આ છે કે આ ડેટાને ડિલીટ નહી કરાય છે. જો કે, યૂજર્સ દ્વારા ડાટા ડિલીટ કરવા કાઢી નાખવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે ડાટા કાઢવામાં આવે છે.  ગૂગલ કહે છે કે સ્પીચ રિકૉગ્નિશન (આવાજની ઓળખ) સુધારવા માટે ગૂગલ અસિસ્ટેંટ  દ્વારા પ્રાપ્ત વૉઇસ કમાંડને સાંભળે છે. 
 
ગૂગલએ આ પણ દલીલ કરે છે કે તેના કર્મચારીઓ યૂઝર્સની સંવેદનશીલ માહિતી સાંભળતા નથી. તેઓ ફક્ત સામાન્ય વાતચીત સાંભળે છે અને તેની રેકોર્ડિંગ હોય છે. ગૂગલે આનો જવાબ આપ્યો નથી કે તે રીતે સંવેદનશીલ અને સામાન્ય વાતચીત વચ્ચેનો તફાવત કેવી રીતે કરે છે. સમિતિએ આને વપરાશકર્તાઓની ગોપનીયતાનું ગંભીર ઉલ્લંઘન માન્યું છે.
 
ચાલો આપણે તમને જણાવી દઈએ કે તાજેતરમાં 756 Linkedin મિલિયન યુઝર્સનો ડેટા લીક થઈ ગયો છે, જે એમ કહેવામાં આવી રહ્યું છે કે આ લીકમાં Linkedin ના લગભગ 92 ટકા યૂઝર્સનો ડેટા શામેલ છે, જોકે ડેટા લીક કરનારા હેકર્સ વિશે.
 
 અત્યારે સુધી કોઈ માહિતી બહાર આવી નથી. Linkedin ની આ ડેટા લીકમાં ફોન નંબર, સરનામાં, સ્થાનો અને યૂજર્સના પગાર જેવી વ્યક્તિગત માહિતી શામેલ છે.
 
અગાઉ આ વર્ષે એપ્રિલમાં Linkedin ને જ 500 મિલિયન યુઝર્સના ડેટા લીક થવાની પુષ્ટિ કરી હતી. તે લીકમાં પણ, ઇ-મેઇલ એડ્રેસથી મોબાઈલ નંબર, સંપૂર્ણ નામ, એકાઉન્ટ આઈડી, સોશિયલ મીડિયા એકાઉન્ટ કચેરી વિશેની માહિતી અને સંપૂર્ણ માહિતી લીક થઈ હતી. આ ડેટા લીકને ઓનલાઇન હેકર્સ ફોરમમાં પણ સૂચિબદ્ધ કરાઈ હતી.