બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (14:49 IST)

ડાંગર, મકાઇ તથા બાજરીની ટેકાના ભાવે ખરીદીની મુદ્દત લંબાવાઈ

રાજય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર(કોમન), ડાંગર(ગ્રેડ-એ), મકાઇ તથા બાજરીની ખરીદી ૧૬ ઓકટોબર-૨૦૧૯થી ચાલુ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવી ફરજીયાત છે. આ નોંધણી કરવાની મુદત લંબાવવાનો ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ તથા બાજરીની ખરીદી માટે ખેડૂતો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન નોંધણી કરાવવાની મુદત ૧૫ ડિસેમ્બર-૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે. જથ્થો વેચાણ આપવા ઈચ્છતા ખેડૂતોએ આધાર કાર્ડ, ૮/અ અને ૭/૧૨નો ઉતારો કે જેમાં વાવેતરની નોધ હોય અને જો નોંધ ન હોય તો, તલાટીનો દાખલો તથા બેંક પાસબુક/કેન્સલ ચેક લઈને સંબંધિત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતી (APMC)માં નોંધણી કરાવવા સંપર્ક કરવાનો રહેશે. નોંધણી કરાવેલ ખેડૂતોનો જથ્થો તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી ખરીદ કરવામાં આવશે.