ખુશ ખબર... હવેથી મિનરલ વોટર દરેક સ્થળે એક જ રેટ પર મળશે ...

Last Updated: મંગળવાર, 7 માર્ચ 2017 (11:25 IST)
મુસાફરો માટે સારા સમાચાર છે. હવે દેશના બધા રેલવે સ્ટેશનો, હવાઈ મથકો અને મૉલ્સમાં એક ભાવમાં બોટલબંધ મળશે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને સોમવારે અહી માહિતી આપી. કેન્દ્રીય મંત્રી કહ્યુ કે બોટલબંધ મિનરલ વોટરની જુદી જુદી કિમંતોની ફરિયાદો મળ્યા પછી મંત્રાલયે આ નિર્ણય કર્યો છે.


ગ્રાહક બાબતના મંત્રાલયમાં અલગ અલગ સ્થળોએ પાણીની બોટલના ભાવ અલગ અલગ રાખીને લોકોની સાથે છેતરપીંડી થતી હોવાની વ્યાપક ફરીયાદો થઇ હતી. મિનરલ વોટર બોટલ બનાવતી કંપનીઓ અલગ અલગ કિંમત છાપીને લોકો પાસેથી બેફામ પૈસા વસુલ કરતી હતી. મંત્રાલયે કંપનીઓ પાસેથી આ અંગેનો જવાબ પણ માંગ્યો છે. કંપનીઓ એક લીટરની બોટલ પર રૂ.50-60 વસુલે છે. વાસ્તવમાં, તેની કિંમત રૂ.10-15 હોય છે. કંપનીઓ હોટેલ અને એરપોર્ટ જેવા સ્થળોએ વેચવા માટેની બોટલ પર વધુ કિંમત છાપતી હોવાનું મંત્રાલયના ધ્યાનમાં આવ્યું હતું. ગયા ઓકટોબરમાં પાસવાને જણાવ્યું હતું કે, એરપોર્ટ, મલ્ટિપ્લેકસ અને હોટેલ જેવા સ્થળોએ એમઆરપીથી ઉંચા ભાવે પેકેજ્ડ વોટર અને સોફટ ડ્રિન્કસના વેચાણ કરનાર સામે દંડ અને જેલ સહિતના કડક પગલા લેવામાં આવશે.


આ પણ વાંચો :