શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (08:37 IST)

આજથી લાગૂ - લૈંડલાઈન ફોન પરથી મોબાઈલ નંબર ડાયલ કરતી વખતે આગળ zero લગાવવો પડશે

જો તમે લેન્ડલાઇન ફોન પરથી મોબાઇલ પર કોલ કરવા માંગતા હો, તો શુક્રવારથી તમારે શૂન્ય એટલે કે 0 નું બટન દબાવવું પડશે. જો કે, લેન્ડલાઇનથી લેન્ડલાઇન પર અથવા મોબાઇલથી લેન્ડલાઇન પર અથવા મોબાઇલથી મોબાઇલ પર કોલ કરવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
 
ટેલિકોમ કંપનીઓએ નવેમ્બરમાં ટેલિકોમ વિભાગ (ડીઓટી) દ્વારા જારી કરાયેલા ઓર્ડરની યાદ અપાવતા તેમના ગ્રાહકોને સંદેશ આપ્યો છે. બીએસએનએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પુરવારે જણાવ્યું હતું કે સૂચનોનું પાલન કરવા માટે જરૂરી ગ્રાહક જાગૃતિ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે.
 
એયરટેલે તેના ગ્રાહકોને મોકલેલા સંદેશમાં જણાવ્યું છે કે, 15 જાન્યુઆરીથી અમલમાં આવેલા ડીઓટીની સૂચના મુજબ, લેન્ડલાઇનથી મોબાઈલમાં કોલ કરતી વખતે નંબર પહેલાં 0 ડાયલ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. રિલાયન્સ જિઓએ પણ તેના ગ્રાહકોને  આ જ પ્રકારનો  સંદેશ મોકલ્યો છે.
 
ઝીરોથી તૈયાર થશે 254.4 કરોડ નંબર
 
ડાયલ કરવાની રીતમાં આ પરિવર્તનથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ વધારાના નંબર બનાવવાની સુવિધા મળશે. આ ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. તેનાથી આગળ ચાલીને નવા નંબર પણ કંપનીઓ રજૂ કરી શકશે.
 
મોબાઈલ નંબર 11 અંકોનો થઇ શકે છે
 
ભવિષ્યમાં ટેલિકોમ કંપનીઓ 11 અંકોના મોબાઇલ નંબર પણ રજૂ કરી શકે છે. હાલમાં દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેના કારણે 10-અંકનો મોબાઇલ નંબર પણ ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં શૂન્યનો ઉપયોગ આગળનો રસ્તો ઘણો સરળ બનાવશે.
 
ટેલિકોમ કંપનીઓએ પણ યાદ અપાવ્યું
 
આ સંદર્ભે ટેલિકોમ કંપનીઓએ ગુરુવારે ગ્રાહકોને યાદ અપાવ્યું હતું કે શુક્રવાર 15 જાન્યુઆરીથી લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરતી વખતે તેમને પ્રથમ શૂન્ય ડાયલ કરવો પડશે. એરટેલે તેના ફિક્સ લાઇન યુઝર્સને જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી, 2021થી અમલમાં આવી રહેલા ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના નિર્દેશ હેઠળ તમારે તમારા લેન્ડલાઇનથી મોબાઇલ પર ફોન કનેક્ટ કરતી વખતે તમારે પહેલાં શૂન્ય ડાયલ કરવું પડશે.”
 
સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પુરવારે આ અંગે જણાવ્યું હતું કે ગ્રાહકોને આને લઇ જાગૃતિ કરવાનું શરૂ કરી દીધું છે.