ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 નવેમ્બર 2022 (11:35 IST)

National Milk Day: આ પશુપાલકોને આજે મળશે ૫ લાખ રૂપિયા, જાણો શું છે સરકારી સ્કીમ

National Milk Day
દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. શ્વેત ક્રાંતિના પિતા અને ભારતના દૂધ પુરૂષ ડો. વર્ગીસ કુરિયનની દેશને આ તબક્કે લઈ જવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. યુનાઈટેડ નેશન્સનાં આંકડાઓ અનુસાર વિશ્વનું 21 થી 23 ટકા દૂધ ભારતમાં ઉત્પન્ન થાય છે. રાષ્ટ્રીય દૂધ દિવસના અવસર પર આજે એટલે કે 26 નવેમ્બર, 2022ના રોજ, પશુપાલકોને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે.
 
અર્થવ્યવસ્થામાં દૂધના વ્યવસાયનો મહત્વનો ફાળો
 
દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં દૂધ ઉત્પાદનનો મોટો હાથ છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર મોટા પાયે દૂધાળા પશુઓના ઉછેરને પ્રોત્સાહન આપી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ગાયોનું પાલન કરે તે માટે ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. ગાયોના ઉછેરમાંથી સારો નફો મેળવનારા ખેડૂતોને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર પણ આપવામાં આવે છે.
 
જણાવી દઈએ કે 26 નવેમ્બર, 2022ના રોજ ખેડૂતોને રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. આ અંગે ઓગષ્ટ અને ઓકટોબર માસ દરમિયાન પશુપાલકો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી હતી.