શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (15:03 IST)

અમદાવાદથી જયપુર, પૂણે, ઉદયપુર, ગ્વાલિયર માટે નવી ફ્લાઈટો શરૂ થશે

દેશના નાના શહેરોને મેટ્રોસિટી સાથે જોડતા સ્પાઈસ જેટ એરલાઈન્સે નવી ફ્લાઈટો શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અમદાવાદથી ઉદયપુર, જયપુર, ગ્વાલિયર, પૂણે માટે તેમજ સુરતથી પટણા, જયપુર, પૂણે, બેંગાલુરુ, જબલપુર અને હૈદરાબાદ માટે નવી ફ્લાઈટો શરૂ કરાશે.

10 જુલાઈ બાદ શરૂ થનારી આ ફ્લાઈટના ભાડા 2500-3000 રૂપિયાથી શરૂ થશે.સ્પાઈસ જેટના અધિકારી અનુસાર, એરલાઈન્સ દ્વારા સુરત-જબલપુર, સુરત-પૂણે, સુરત-પટણા માટે નવી ફ્લાઈટ જ્યારે અમદાવાદ-જયપુર અને અમદાવાદ-પૂણે માટે બીજી ફ્લાઈટની સુવિધા શરૂ કરાશે. એજ રીતે અમદાવાદ- ઉદયપુર અને અમદાવાદ-જયપુરની બંધ કરાયેલી ફ્લાઈટો પણ હવે શરૂ કરાશે. આ તમામ ફ્લાઈટનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. તેની સાથે જ એરલાઈન્સ બોઈંગ-737 અને ક્યુ-400 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.

ફ્લાઈટ નંબર ફ્લાઈટ ઉપડશે પહોંચશે
એસજી 3018 અમદાવાદ-ઉદયપુર 7.05 AM 8.15 AM
એસજી 3019 ઉદયપુર-અમદાવાદ 9.00 AM 10.10 AM
એસજી 3433 જયપુર-અમદાવાદ 6.45 AM 7.50 AM
એસજી 3435 અમદાવાદ-ગ્વાલિયર 8.20 AM 10.05 AM
એસજી 3438 ગ્વાલિયર-અમદાવાદ 4.00 PM 5.45 PM
એસજી 3433 અમદાવાદ-પૂણે 8.20 AM 9.40 AM
એસજી 3434 પૂણે-અમદાવાદ 3.50 PM 5.10 PM
એસજી 3434 અમદાવાદ-જયપુર 6.15 PM 7.45 PM
એસજી 0343 પટણા-સુરત 9.25 AM 11.40 AM
એસજી 0344 સુરત-પટણા 12.40 PM 3.10 PM
એસજી 3419 જયપુર-સુરત 8.00 AM 9.50 AM
એસજી 3420 સુરત-પૂણે 10.30 AM 11.35 AM
એસજી 3421 પૂણે-સુરત 12.00 PM 1.15 PM
એસજી 3424 સુરત-બેંગાલુરુ 2.45 PM 5.00 PM
એસજી 3425 બેંગાલુરુ-સુરત 6.30 PM 8.45 PM
એસજી 3426 સુરત-જયપુર 9.05 PM 11.00 PM
એસજી 3419 જયપુર-સુરત 7.00 AM 8.45 AM
એસજી 3419 સુરત-જબલપુર 9.10 AM 11.00 AM
એસજી 3420 જબલપુર-સુરત 11.20 AM 1.15 PM
એસજી 3422 સુરત-હૈદરાબાદ 2.45 PM 4.35 PM
એસજી 3423 હૈદરાબાદ-સુરત 5.10 PM 6.55 PM