1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified બુધવાર, 30 માર્ચ 2022 (09:55 IST)

યાત્રીગણ ધ્યાન દે! 1 એપ્રિલથી આ ટ્રેનોના પરિચાલનના સમયમાં થશે ફેરફાર, 45 મિનિટની થશે બચત

રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધા માટે,અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ અને અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનોની  01 એપ્રિલ 2022થી ગતિ વધારવામાં આવી રહી છે. જેના કારણે આ ટ્રેનોના પરિચાલનના સમયમાં લગભગ 45 મિનિટની બચત થશે. જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના પરિચાલન સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ડિવિઝન પર આ ટ્રેનોના પરિચાલનના સમય નીચે મુજબ છે:-
 
ટ્રેન નંબર 12957 અમદાવાદ - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ તા.1લી એપ્રિલ 2022થી અમદાવાદથી 18:30 કલાકે ઉપડીને 18:45 કલાકે સાબરમતી, 19:35 કલાકે મહેસાણા, 20:38 કલાકે પાલનપુર પહોંચીને દિલ્હી માટે રવાના થશે, પહેલા આ ટ્રેન અમદાવાદ થી 17:45 કલાકે ઊપડતી હતી.
 
ટ્રેન નંબર 12958 નવી દિલ્હી - અમદાવાદ રાજધાની એક્સપ્રેસ તા. તા.1લી એપ્રિલ 2022થી 06:18 કલાકે પાલનપુર, 07:08 કલાકે મહેસાણા, 08:06 કલાકે સાબરમતી તથા 08:45 કલાકે અમદાવાદ પહોંચશે.
 
ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસતા.1લી એપ્રિલ 2022થી અમદાવાદ રેલવે સ્ટેશનથી 19:15 કલાકે ઉપડીને, 19:30 કલાકે સાબરમતી, 20:21 કલાકે મહેસાણા, 20:42 કલાકે ઉંઝા, 21:35 કલાકે પાલનપુર પહોંચીને દિલ્હી માટે રવાના થશે. અગાઉ આ ટ્રેન અમદાવાદ સ્ટેશનથી 18:30  કલાકે ઉપડતી હતી.
 
ટ્રેન નંબર 12916 દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ તા.1લી એપ્રિલ થી 03:30 કલાકે પાલનપુર, 04:05 કલાકે ઉંઝા, 04:25 કલાકે મહેસાણા, 05:43 સાબરમતી તથા 06:20 કલાકે અમદાવાદ પહોંચશે.
 
ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તા. 02 એપ્રિલ 2022થી અમદાવાદથી 17:35 કલાકે ઉપડીને, 18:54 કલાકે મહેસાણા, 20:58 કલાકે પાલનપુર પહોંચીને મુઝફ્ફરપુર માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ 1લી એપ્રિલ 2022થી 19:06 કલાકે મહેસાણા, 19:28 કલાકે ઊંઝા, 19:44 કલાકે સિદ્ધપુર તથા 20:58 કલાકે પાલનપુર પહોંચીને દહેરાદૂન માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 20913 રાજકોટ - દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 7મી એપ્રિલ 2022થી 19:06 કલાકે મહેસાણા અને 20:58 કલાકે પાલનપુર પહોંચીને દિલ્હી સરાઈ રોહિલ્લા માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ - દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ તા.4 એપ્રિલ 2022થી18:40 કલાકે અમદાવાદ, 20:47 કલાકે મહેસાણા તથા 22:18 કલાકે પાલનપુર પહોંચીને દિલ્હી સરાઈ રોહિલ્લા માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ - દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ 1લી એપ્રિલ 2022 થી 18:40 કલાકે અમદાવાદ, 19:35 કલાકે ગાંધીનગર તથા 22:18 કલાકે પાલનપુર પહોંચીને દિલ્હી સરાય રોહિલા માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 22915 બાંદ્રા ટર્મિનસ - હિસાર એક્સપ્રેસ 04 એપ્રિલ 2022 થી 21:06 કલાકે મહેસાણા અને 22:50 કલાકે પાલનપુર પહોંચીને હિસાર માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ – જોધપુર એક્સપ્રેસ 21:55 કલાકે મહેસાણા પહોંચીને 21:57 કલાકે જોધપુર માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 14804 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 1લી એપ્રિલ 2022થી સાબરમતીથી 21:45 કલાકે ઉપડીને 22:32 કલાકે મહેસાણા તથા 23:10 કલાકે પાટણ પહોંચીને જોધપુર માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 14819 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ 1લી એપ્રિલ 2022 થી 16:48 કલાકે પાટણ, 17:40 કલાકે મહેસાણા અને 19:15 કલાકે સાબરમતી પહોંચશે.
 
ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર – બાંદ્રા ટર્મિનસ અમરાપુર અરાવલી એક્સપ્રેસ 1લી એપ્રિલ 2022 થી 20:30 કલાકે કલોલ તથા 21:02 કલાકે સાબરમતી પહોંચીને બાંદ્રા ટર્મિનસ માટે રવાના થશે
 
ટ્રેન નંબર 19027 બાંદ્રા ટર્મિનસ – જમ્મુતવી વિવેક એક્સપ્રેસ તા.02 એપ્રિલ 2022થી 18:40 કલાકે અમદાવાદ, 20:47 કલાકે મહેસાણા, 22:18 કલાકે પાલનપુર પહોંચીને જમ્મુતવી માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 22498 તિરુચિરાપલ્લી-શ્રીગંગાનગર હમસફર એક્સપ્રેસ 1લી એપ્રિલ 2022 થી 20:04 કલાકે મહેસાણા અને 21:15 કલાકે પાલનપુર પહોંચીને શ્રીગંગાનગર માટે.રવાના થશે
 
ટ્રેન નંબર 12548 અમદાવાદ – આગ્રા કેન્ટ એક્સપ્રેસ તા, 3 એપ્રિલ 2022થી 00:35 કલાકે અજમેર સ્ટેશન પહોંચીને 00:45 કલાકે આગ્રા કેન્ટ માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ તા.1લી એપ્રિલ 2022થી 00:35 કલાકે અજમેર સ્ટેશન પહોંચીને 00:45 કલાકે ગ્વાલિયર માટે રવાના થશે.
 
ટ્રેન નંબર 19402 લખનૌ-અમદાવાદ એક્સપ્રેસ 05 એપ્રિલ 2022થી 21:45 કલાકે પાલનપુર તથા 22:55 કલાકે મહેસાણા તથા રાત્રે 01:00 કલાકે અમદાવાદ પહોંચશે.