શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (17:13 IST)

Google એ પ્લે સ્ટોરમાંથી PayTM ને હટાવ્યુ, જાણો શુ છે કારણ

ગૂગલે પ્લેસ્ટોરમાંથી પેટીએમ એપને હટાવી દીધુ છે. પોલીસી ઉલ્લંઘનનો હવાલો આપતા ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવ્યુ છે. ગૂગલે કહ્યુ કે તે રમતોમાં સટ્ટાબાજીને પ્રોત્સાહન આપનાર Appને મંજુરી નથી આપતુ અને આવા Appને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવશે. 

 
ગૂગલના નિર્ણય પછી Paytm એ ટ્વીટ કરીને કહ્યુ, 'Google ના Play Store પર Paytm Android App નવા ડાઉનલોડ કે અપડેટ માટે અસ્થાયી રૂપથી અનુપલબ્ધ છે.  આ ખૂબ જલ્દી પરત આવશે. તમારા બધા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમે તમારા પેટીએમ Appને સામન્ય રૂપથી ચાલુ રાખી શકો છો. 
 
ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યુ છે, "અમે ઓનલાઈન કૈસિનોની અનુમતિ આપતા નથી કે રમતોમાં સટ્ટેબાજીની સુવિદ્યા આપનારા કોઈપણ અનિયમિત જુગાર એપને સમર્થન કરતા કરતા નથી તેમા એ  App પણ સામેલ છે જે ગ્રાહકોને કોઈ બહારની વેબસાઈટ પર જવા માટે પ્રેરિત કરે છે, જે ધનરાશિ લઈને રમતમાં પૈસા કે રોકડ ઈનામ જીતવાની તક આપે છે. આ અમારી નીતિઓનુ અવજ્ઞા કરવા જેવુ  છે. 
 
ભારતમાં આઈપીએલ જેવા મુખ્ય ખેલ આયોજન પહેલા આ પ્રકારના App મોટી સંખ્યામાં લૉન્ચ કરવામાં આવે છે. ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) નુ નવીનતમ સત્ર 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થવાનુ છે.