મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (13:31 IST)

Paytm યુઝર્સ માટે ખુશખબર ! IRCTC પર પૈસા આપ્યા વગર બુક કરો રેલ ટિકિટ.. જાણો કેવી રીતે

Paytm યુઝર્સ માટે ખુશખબર છે. હવે તેઓ IRCTC દ્વારા ટિકિટ બુક કરી શકો છો અને આ માટે પેમેંટ પછી પણ કરી શકો છો. આ માટે Paytm Payment Gateway (Paytm PG) એ  Buy Now Pay Later સર્વિસ લોંચ કરી છે. 
 
Paytmની આ સર્વિસથી ટિકિટ બુક કરતી વખતે જ પેમેંટ કરવુ જરૂરી નથી. Paytmએ પોતાની પોસ્ટપેડ સર્વિસને IRCTC પર પણ લોંચ કરી છે. આ પોસ્ટપેડ યૂઝર્સને IRCTC પરથી તરત ટિકિટ બુક કરવા અને પેમેંટ પછી કરવાની સુવિદ્યા આપશે. 
 
IRCTCઆ ટિકિટ બુક કરનારા યુઝર્સ મટે Paytm Postpaid ઉપલબ્ધ રહેશે. Paytm Postpaid યુઝર્સને 60,000 રૂપિયા સુદ હીનો ઈંટરેસ્ટ ફ્રી ક્રેડિટ 30 દિવસ માટે આપે છે. બિલિંગ સાઈકલના અંતમા યુઝર્સને સમગ્ર એમાઉંટ પે કરવાનુ હોય છે.  જો કે યુઝર્સ બિલને EMI માં પણ કંવર્ટ કરી શકે છે. 
 
Paytm Postpaid ને IRCTC ટિકિટ બુક કરવા માટે સહેલાઈથી યુઝ કરી શકાય છે.  આ માટે તમારે તમારા ડિવાઈસમાં IRCTC ઓફિશિયલ પોર્ટલ કે એપને ઓપન કરવાનુ રહેશે.  ત્ય્હારબાદ તમે ટિકિટ બુક કરવાનો પ્રોસેસ માટે આગળ વધો. 
 
જેમા તમારે તમારી યાત્રાની માહિતી આપવાની રહેશે. ત્યારબાદ ટિકિટ બુક કરવા માટે તમને પેમેંટ ઓપ્શન પર લઈ જશે. તમે Pay Laterના ઓપ્શનન એ સિલેક્ટ કરો. અહી  તમને Paytm Postpaidનુ ઓપ્શન સિલેક્ટ કરવાનુ રહેશે. 
 
ત્યારબાદ તમારે તમારા Paytm એકાઉંટનુ ક્રેડેંશિયલ આપીને લોગિન કરવાનુ રહેશે.  તમારા રજીસ્ટર્ડ ફોન નંબર પર ઓટીપી આવશે.  જેને આપીને તમે પેમેંટ પ્રોસેસ પુરો કરી શકો છો. તમારી રેલવે ટિકિટ બુક થઈ જશે.