મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (12:16 IST)

ટેકાના ભાવે મગફળી વેચવાની નોંધણી માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળીની વેચવા માટેનાં રજીસ્ટ્રેશન સ્થળે નોંધણી માટે ખેડૂતો અધિકારીઓ આવે તેના કલાકો પહેલા જ આવી જાય છે. આ પાછળ કારણ એક જ છે કે તેમને ટોકન મળે. વહેલી સવારથી લાંબી લાંબી લાઇનો લાગી જાય છે. ગઇકાલે 2જી ઓક્ટોબરની રજા હોવા છતાંપણ અહીં આગલી રાતથી જ ખેડૂતો આવી ગયા હતાં. પરંતુ જાહેર રજા હોવાને કારણે તેઓને નિરાશા સાંપડી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે જાહેર રજાનું બોર્ડ મારવું જોઇતું હતું કે જેથી અહીં ખેડૂતોનો સમય ન બગડે. આજે પણ ખેડૂતો દૂર દૂરથી વહેલી સવારે અહીં નોંધણી માટે આવી ગયા હતાં. પહેલા દિવસે રજીસ્ટ્રેન માટે 200થી વધારે ખેડૂતો દૂર દૂરથી આવ્યાં હતાં પરંતુ તેમાંથી માત્ર 100 ખેડૂતોને જ ટોકન મળ્યાં હતાં. જેથી પોતાને ટોકન મળે તે માટે ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં લાગી જાય છે.\

ખેડૂતોનો આક્ષેપ છે કે, ' નોંધણી માટેનાં અધિકારીઓ અમને એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલે છે. અધિકારીઓ પોતાનાં સમય કરતા મોડી આવે છે. ત્યારે અમારે કેટલીય વાર તેમની રાહ જોવી પડે છે.' અન્ય ખેડૂતનું કહેવું છે કે, 'અતિવૃષ્ટિનાં કારણે મગફળીનાં પાકમાં ફુગ આવી ગઇ છે. ખેડૂતો આ વર્ષે સરેરાશ 35થી 50 ટકા પાક આવશે તેવી શકયતા છે. ખેડૂતો રજીસ્ટ્રેશન સ્થળે અધિકારીઓનાં ફોન નંબર તેમજ સ્પષ્ટ સૂચના લખેલી નથી હોતી. બીજી તરફ અધિકારીઓ તમામ માહિતી ટ્વીટર હેન્ડલ પર આપી રહ્યા છે. પરંતુ કાળી મજૂરી કરનારો ખેડૂતને ટ્વિર જોવાનું કઇ રીતે આવડે તે પણ મોટો પ્રશ્ન છે.'