ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 27 જૂન 2019 (12:00 IST)

Petrol Diesel Price 27 June: રાજધાની દિલ્હીમાં મોંઘુ થયુ પેટ્રોલ, જાણો આજના નવા રેટ

પેટ્રોલ-ડીઝલની કિમંતોમાં હળવો વધારો નોંધવામાં આવ્યો છે. ગુરૂવારે ઑયલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે.  ઉલ્લેખનીય છે કે આખા દેશમાં રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના બદલાયેલા રેટ લગુ કરવામાં આવે છે. 
 
પેટ્રોલ 7 પૈસા અને ડીઝલ 6 પૈસા સુધી વધ્યુ 
 
ગુરૂવારે દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલની કિમંતોમાં 7 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધવામાં આવ્યો.  બીજી બાજુ દિલ્હી, કલકત્તા અને ચેન્નઈમાં ડીઝલનો ભાવ 5 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયુ છે.  મુંબઈમાં ડીઝલ માટે 6 પૈસા પ્રતિ લીટર વધુ ચુકવવુ પડી રહ્યુ છે. 
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ ગુરૂવારે દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલ માટે ગ્રાહકોને ક્રમશ 70.12 રૂપિયા, 75.82 રૂપિયા, 72.38 રૂપિયા અને 72.84 રૂપિયા પ્રતિ લીટરની ચુકવણી કરવી પડી રહી છે. બીજી બાજુ ચારેય મહાનગરમાઅં ગ્રાહકોને ડીઝલ માટે ક્રમશ: 63.95 રૂપિયા, 67.05 રૂપિયા, 65.87 રૂપિયા અને 67.64 રૂપિયા પ્રતિ લીટરની ચુકવણી કરવી પડી રહી છે.