શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 જૂન 2019 (10:07 IST)

સતત 5માં દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, કપાત પર લાગશે બ્રેક

પેટ્રોલ અને ડીઝલના મોરચા પર સામાન્ય લોકોને એક વાર ફરી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે પેટ્રોલ 13 પૈસા સસ્તુ થયુ તો બીજી બાજુ ડીઝલના ભાવમાં 12 પૈસા સુધીનો કપાત જોવા મળ્યો. આ સતત 5મો દિવસ છે જ્યાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. આ પાંચ દિવસમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં પેટ્રોલ 80 પૈસા પ્રતિ લીટર સસ્તુ થઈ ગયુ છે.  જ્યારે કે ડીઝલના ભાવ 1 રૂપિયો 3 પૈસા પ્રતિ લીટર ઘટી ગયા છે. જો કે આવનારા દિવસોમાં રાહતની આ પ્રક્રિયા પર બ્રેક લાગી શકે છે. 
 
શુ છે નવી રેટ લિસ્ટ 
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ ઘટીને ક્રમશ 70.43 રૂપિયા, 72.68 રૂપિયા, 76.12 રૂપિયા અને 73.17 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. ડીઝલના ભાવ પણ ચારેય મહાનગરમાં ઘટીને ક્રમશ : 64.39 રૂપિયા, 66.31  રૂપિયા, 67.51  રૂપિયા અને 68.11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે પેટ્રોલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટર સુધીનો કપાત થઈ ગયો છે. બીજી બાજુ ડીઝલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટર સુધીનો કપાત કરવામાં આવ્યો છે. 
 
કપાત પર લાગી શકે છે બ્રેક 
 
જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કપાતની આ પ્રક્રિયા આવનારા દિવસમાં થમી શકે છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગયા અઠવાડિયે કાચા તેલના ભાવમાં ફરી તેજી પરત ફરી છે. બેચમાર્ક કાચા તેલ બ્રેટ ક્રૂડનો ભાવ ફરી 63 ડોલર પ્રતિ બૈરલથી ઉપર જતો રહ્યો છે અને આગળ વધુ તેજી રહેવાની શક્યતા બતાવી છે. આવામાં પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં સતત થઈ રહેલ ઘટાડા પર બ્રેક વાગી શકે છે.  ગયા અઠવાડિયે બ્રૈટ ક્રુડનો ભાવ 60 ડૉલર પ્રતિ સુધી ગબડી ગયો હતો. 
 
 
ચારેય જણા કંપનીના કામથી જર્મની ગયા હતા. પોલીસને શંકા જતા બેગ ચેક કરતા તેમાંથી દારૂની 12 હજારની કિંમતની 8 બોટલ મળી આવી હતી. આ અંગે એ ડિવિઝન એસીપી એમ.એ. પટેલે જણાવ્યું કે, કોઇ પણ વ્યકિતને વિદેશથી દારૂ લઇને અમદાવાદ આવવું હોય તો તેમની પાસે લીકર પરમિટ હોવી જરૂરી છે.