2 દિવસ પછી ફરી વધ્યા પેટ્રોલના ભાવ, જાણો આજનો રેટ્સ

petrol
Last Modified શુક્રવાર, 12 એપ્રિલ 2019 (17:37 IST)
કાચા તેલની કિમંતો વધવાને કારણે ભારતીય બજારમાં 2 દિવસ પછી પેટ્રોલ ડીઝલની કિમંતોમાં વધારો થયો.
દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓયલ કોર્પોરેશને શુક્રાઅરે 12 એપ્રિલ 2019ના રોજ પેટ્રોલની કિમંતોમાં 6 પૈસાનો અને ડીઝલની કિમંતમાં 8-9 પૈસાનો વધારો કર્ય્હો

આ છે પેટ્રોલના ભાવ
IOCL એ પેટ્રોલની કિમંતમાં 6 પૈસા વધાર્યા પછી શુક્રવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિમંત 72.86 પ્રતિ લીટર, કલકત્તામાં 6 પૈસાના વધારા પછી પેટ્રોલની કિમંત 74.88 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે મુંબઈમાં પેટ્રોલની કિમંત 78.43 રૂપિયા પ્રતિ લીટર થઈ. તો બીજી બાજુ ચેન્નઈમાં 6 પૈસાના વધારા પછી પેટ્રોલની કિમંત 75.62 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

આ છે ડીઝલના ભાવ

રાજધાની દિલ્હીમાં ડીઝલ 66.19 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. તો બીજી બાજુ કલકત્તામાં 67.93 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. મુંબઈમાં ડીઝલની કિમંત 69.27 રૂપિયા તો બીજી બાજુ ચેન્નઈમાં પણ ડીઝલ 69.89 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.


આ પણ વાંચો :