ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 એપ્રિલ 2019 (11:24 IST)

1 એપ્રિલના રોજ પેટ્રોલ-ડીઝલ થયુ સસ્તુ, જાણો આજના નવા રેટ્સ

આંતરરાશ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતોમાં ઉછાળો થવાથી પેટ્રોલ-ડીઝાની કિમંતોમાં રાહતનો દોર ચાલુ છે. દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડએ 1 એપ્રિલ 2019ના રોજ પેટ્રોલ-ડીઝલની કિમંતો પર રાહત આપ્તા નવુ રેટ લિસ્ટ રજુ કર્યુ છે. સોમવારે દિલ્હીને છોડીને અન્ય મહાનગરોમાં પેટ્રોલની કિમંતમાં 5 પૈસાનો કપાત કરી રાહત આપી છે તો બીજી બાજુ ડીઝલની કિમંતોમાં 5 પૈસાથી 10 પૈસા સુધીનો કપાત કર્યો છે. 
 
પેટ્રોલની કિમંત 
 
પેટ્રોલની કિમંતમાં કોઈ ફેરફાર થયો નહ્તી. દિલ્હીમાં આજે પેટ્રોલ 72.86 રૂપિયા લીટર મળી રહ્યુ છે. કલકત્તામાં પેટ્રોલની કિમંતમાં 5 પસિઆનો ઘટાડો થયા પછી 74.88 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. મુંબઈમાં પણ 5 પૈસા સસ્તુ થયુ છે અને 78.43 રૂપિયા પ્રતિ લીટૅર મળી રહ્યુ છે. ચેન્નઈમાં 5 પૈસાના કપાત પછી 75.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 
 
ડીઝલના ભાવ 
રાજધાની દિલ્હીમાં ડીઝલની કિમંતોમાંં 5 પૈસાની કપાત કરવામાં આવી છે. અને આ ઘટીને 66.09 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. કલકત્તામાં ડીઝલ 9 પૈસા સસ્તુ થઈને 67.83 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. મુંબઈમાં ડીઝલ 10 પૈસા સતુ થઈને 69.17 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. ચેન્નઈમા પણ ડીઝલની કિમંત 10 પૈસા ઘટી છે અને અહી 69.78 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ગુજરાતના અમદાવાદમાં આજે પેટ્રોલ 70.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 69.03 રૂ. પ્રતિ લીટર મળી રહ્યુ છે.