બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: જવાહર નગર: , ગુરુવાર, 28 માર્ચ 2019 (15:17 IST)

લોકસભા ચૂંટણી વચ્ચે આવી નકલી નોટ

લોકસભા ચૂંટણીનો શોરગુલ ચાલી રહ્યો છે એવામાં ઠાણેમાં 200 રૂપિયાની બનાવટી ચલણ મળી આવતા એકદમ જ ખલબલી મચી ગઈ છે. .  ગ્રામ પંચાયતનો કર્મચારી જ્યારે ગૃહ ઋણની વસૂલી કરેલ રકમ ભરવા માટે બેંકમાં ગયો ત્યારે આ સમગ્ર માહિતી બહાર આવી હતી. 
 
આ 200 રૂપિયાની નોટમાં વોટરમાર્ક વચ્ચે ગાંધીજીનો ફોટો દેખાતો નથી.  એ જ રીતે લીલી ઉભી પટ્ટીમાં આરબીઆઈ એવુ પણ લખ્યુ નથી.  આ ઉપરાંત સામાન્ય 200  રૂપિયાની નોટ કરતા આ નોટ 2 એમએમ નાની છે. 
 
ઠાણેનો ગ્રામ પંચાયતનો કર્મચારી જ્યારે હોમ લોનની વસૂલી કરેલી રકમ ભરવા માટે બેંકમાં ગયો ત્યારે સંબંધિત કેશિયરે  નોટ નકલી છે એવુ કહીને પરત આપી. વધુમાં કહીએ તો આ બાબતે ક્યાય પણ વિવાદ કરવામાં આવ્યો નહી.  લોકસભા ચૂંટણી આવી છે તેથી જ તો કંઈ નકલી નોટો બજારમાં આવી તો નથી ને એવી શંકાઓ ઉભી થઈ છે. આ બાબતની તપાસ ચાલી રહી છે.