સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (13:13 IST)

પેટ્રોલ ડિઝલના ભાવમાં ભડકો, જાણો ગુજરાતના શહેરોના ભાવ

મોંઘવારી મુદ્દે કોંગ્રેસની સરકારની આકરી ઝાટકણીઓ કાઢી સત્તામાં આવેલ નરેન્દ્ર મોદીના રાજમાં હવે પેટ્રોલના ભાવ ભડકે મળી રહ્યા છે અને દરરોજ તેમાં વધારો થઇ રહ્યો છે. પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ડિઝલના ભાવમાં 16 પૈસાનો વધારો થયો છે.

- જેથી ગુજરાતમાં હવે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 78 રૂપિયા 56 પૈસા અને ડિઝલનો ભાવ પ્રતિ લિટર 76 રૂપિયા 64 પૈસા થયો છે.

- વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 78 રૂપિયા 18 પૈસા અને ડિઝલનો ભાવ પ્રતિ લિટર 76 રૂપિયા 27 પૈસા થયો છે.

- સુરતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 78 રૂપિયા 45 પૈસા અને ડિઝલનો ભાવ પ્રતિ લિટર 76 રૂપિયા 56 પૈસા થયો છે.

- જ્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 78 રૂપિયા 34 પૈસા અને ડિઝલનો ભાવ પ્રતિ લિટર 76 રૂપિયા 43 પૈસા થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા કે ઘટાડા માટે સરકાર જવાબદાર નથી પણ આંતરાષ્ટ્રીય કારણોને લીધે ઇંધણના ભાવ વધી રહ્યા છે એમ ગત રવિવારે સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક તો ધ ઓર્ગેનાઇઝેન ઓફ ધ પેટ્રોલીયમ એક્સપોર્ટીંગ કન્ટ્રીઝ (ઓપેક) ના દેશોએ ઇંધણ પૂરું પાડવાનો વાયદો કર્યો હતો તે પુરો કર્યો નથી. ક્રુડ ઓઇલનું ઉત્પાદન પણ ઘટ્યું છે અને અમેરિકાની નવી નીતિના કારણે ડોલર સામે રૂપિયો તૂટી રહ્યો છે. આ બધાં કારણોને લીધે પેટ્રોલ- ડીઝલના ભાવ વધી રહ્યા છે.