સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 14 મે 2018 (11:19 IST)

નોટબંધી પછી રજુ થયેલ નવા નોટ જો ખરાબ થઈ તો બેંકમાં જમા નહી થાય

જો તમારી પાસે 200,500 કે  2000ના નવા નોટ ખરાબ હાલતમાં છે અને તમે તેને બદલવાનુ વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારે માટે જ છે. 
 
ઈકોનોમિક્સ ટાઈમ્સમાં છપાયેલ સમાચાર મુજબ આરબીઆઈ તરફથી રજુ થયેલ 200,500 અને  2000 ના નોટ જો કોઈ કારણસર ગંદા કે ખરાબ થઈ જશે તો તેને હવે બેંકમાં જમા પણ નથી કરી શકતા કે ન તો તેને બદલી શકાશે. 
 
જેનુ મુખ્ય કારણ સરકાર અને આરબીઆઈએ તેમના એક્સચેંજ પર લાગૂ થનારી જોગવાઈમં ફેરફર નથી કર્યો. આ નોટોને આરબીઆઈના કરંસી નોટોના એક્સચેંજ સાથે જોડાયેલ નિયમોની હદમાં રાખવામાં આવી નથી.  આરબીઆઈટ એક્ટના સેક્શન 28 હેઠળ કપાયેલા ફાટેલ અને ગંદા નોટોને એક્સચેંજનો મામલો નોટ રિફંડ રૂલ્સમાં સામેલ છે.  આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1,000, 5,000 અને 10,000 ના નોટોનો ઉલ્લેખ છે પણ નોટબંધી પછી રજુ કરાયેલા નવા નોટ 200 અને 2000 રૂપિયાની અને નવી 500ની નોટને સ્થાન આપવામાં આવ્યુ નથી. 
 
આરબીઆઈએ કહ્યુ કે ઓફિશલ ગજટમા ફેરફારોનુ નોટિફિકેશન આવ્યા પછી જ નવા સીરિઝની ફાટેલી કે ગંદી નોટની અદલા બદલી કરી શકાય છે. હવે એ સમજાતુ નથી કે સરકાર જરૂરી ફેરફાર કરવામાં આટલુ મોડુ કેમ કરી રહી છે.