શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By
Last Updated : શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (17:26 IST)

વેલકમ 2018 - પ્રયત્નોની રોશનીમાંથી ડોકાતી આશાઓ...

- જયદીપ કર્ણિક (સંપાદક)
 
જ્યારે પણ વર્ષ બદલાય છે, આપણને થંભાવીને વિચારવા મજબૂર કરી નાખે છે.. આમ તો દરેક ક્ષણ ગતિમાન સમયના વહેણમાં વર્ષ, વરસ, નવવર્ષ. જે પણ કહી લો. એક નાનકડો બિંદુ છે.. પણ જોકે આપણે આ જ બહાને ઈસ્વીસનવાળુ દીવાલો પર ટંગાયેલુ  કેલેંડર બદલીએ છીએ. આંકડા બદલાય છે.. તો આ સમયનો ઉપયોગ પાછળ પલટીને જોવા અને આગળના સ્વપ્ન સજાવવા માટે કરી જ લઈએ છીએ.  તેમા કશુ ખરાબ પણ નથી.  કારણ કે આપણે ઘડિયાળના દોડતા કાંટા અને કેલેંડર પર બદલાતી તારીખો સાથે ખુદને એટલા નિકટથી જોડી ચુક્યા છે. આ લૌકિક જીવનમાં કાલના આ ખંડ અને બદલાતા વર્ષના આંકડા આપણને રોમાંચિત પણ કરશે અને તેનાથી નત્થી આપણી જીંદગીને લઈને વિચારવા મજબૂર પણ કરશે. 
 
 દુનિયાના પરિદ્રશ્યની વાત કરીએ તો  વર્ષ 2017ની શરૂઆત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં નીકળેલી રેલીઓ દ્વારા  થયુ.   બરાક ઓબામાના નેતૃત્વમાં આઠ વર્ષ સુધી રહેલ અમેરિકાના એક મોટા સમૂહ માટે ડોનાલ્ડ ટ્રમ્પની જીત એક મોટો ઝટકો જ હતી. તેમને લાગતુ નહોતુ કે જુદા પ્રકારની વાતો કરનારો આ અરબપતિ, અમેરિકાના અત્યાર સુધી નક્કી કરેલ આ ઉદારવાદી ચહેરાને અંગૂઠો બતાવીને સ્થાપિત માન્યતાનોને પડકાર આપીને, મીડિયાને અંગૂઠો બતાવીને, મહત્વપૂર્ણ અમેરિકી નીતિયોને માથાના બળે ઉભો કરીને આ રીતે દેશની સત્તા પર કબજો જમાવી લેશે.  પણ આવુ થઈ ચુક્યુ હતુ. 2016ના અંતમાં જ આ લેખ 
લખાય ગયો હતો. 2017 એ તો બસ તેમની ઔપચારિક તાજપોશી કરી. ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નીતિયો અને તેમનુ કાર્યકાળ એ માટે પણ મહત્વનુ છે કારણ કે તેઓ ફક્ત અમેરિકા જ નહી પણ આખી દુનિયાને પ્રભાવિત કરશે.  જેવુ કે તેમણે વર્ષના અંતમા યેરુશલમને ઈઝરાયલની રાજધાની જાહેર કરીને બતાવી પણ દીધુ.   આ જ રીતે તેમના નેતૃત્વમાં અમેરિકામાં ઈંટરનેટને સ્વતંત્ર રાખવાના વિપરિત જે નિર્ણય લેવામાં આવ્ય છે એ પણ આખી દુનિયામાં વિવાદ ઉભો કરવા અને દૂરગામી અસરવાળો નિર્ણય છે.  
 
વર્ષ 2018માં તેમની આગળની નીતિયો અને આ જ પ્રકારના નિર્ણયોને આંખો ગઢીને જોશે. બીજી બાજુ ચીનમાં માઓ પછી શી જિનપિંગે પોતાની તાકત વધારી લીધી. તો બીજી વાર રાષ્ટ્રપતિ બનવા ઉપરાંત તેમણે કમ્યુનિસ્ટ પાર્ટીની અંદર પણ પોતાનુ વર્ચસ્વ મજબૂત કરી લીધુ.  આખી દુનિયા અને ખાસ કરીને ભારત માટે તેમનો બીજો કાર્યકાળ ખૂબ મહત્વનો રહેશે.  પાકિસ્તાન સાથે તેમની વધતી નિકટતાને કારણે જ અમેરિકાએ ભારત સાથે પોતાની નિકટતા વધારી દીધી છે. 
 
આ ઉપરાંત પણ આ દુનિયા રોહિંગ્યા, બિટકોઈન, પનામા કાંડ અને યૂરોપના આર્થિક બખેડામાં ગૂંચવાતી રહી.  ભારત માટે એક સારા સમાચાર એ આવ્યા છે કે અપ્રવાસી ભારતીયના પુત્ર લિયો બરદકર આયરલેંડના પ્રધાનમંત્રી બન્યા. બીજા અનેક મોરચા પર ભારતીયોએ પોતાના કૌશલથી સફળતાનો પરચમ લહેરાવ્યો. 
 
આપણા દેશે 8 નવેમ્બર 2016ના થયેલ નોટબંધીના નિર્ણયના છાયામાં જ 2017માં પ્રવેશ કર્યો હતો. આશા હતી કે તેનાથી સારુ પરિણામ ટૂંક સમયમા જ જોવા મળશે. પણ આ બધુ નક્કી થવામાં હજુ વધુ સમય લાગશે.   બેંકો અને એટીએમની બહારની લાંબી લાઈનો જરૂર ઓછી થઈને ખતમ થઈ ગઈ પણ નોટબંધી પર ચર્ચા અને આકલન જરૂરી રહેશે. આ દરમિયાન અડધુ વર્ષ વીતવાની સાથે જ એક અન્ય મોટુ આર્થિક પગલુ જીએસટીના રૂપમાં ઉઠાવવામાં આવ્યુ. આ 1 જુલાઈ 2017થી લાગૂ થઈ ગઈ. પણ તેના પર ચર્ચા ચાલુ હોવા ઉપરાંત સરકાર તરફથી તેમા ફેરબદલ પણ ચાલુ છે. આ જ રીતે 1 મે થી લાલ બત્તીને હટાવવાનો નિર્ણય પણ મોટો છે. 22 ઓગસ્ટના રોજ સર્વોચ્ચ ન્યાયાલયે સરકાર દ્વારા કાયદા બનાવ્યા સુધી ત્રણ તલાક પર રોક લગાવવાન મુખ્ય નિર્ણય આપ્યો.  વર્ષ પુરૂ થતા થતા સરકારે પોતાની જવાબદારે ભજવતા ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) ને ખતમ કરવા સંબંધી ખરડો લોકસભામાં રજુ કરી દીધો. તેનો કાયદો બનતા જ આ દેશ શાહ બાનોથી લઈને સાયરા બાનો સુધીની એક લાંબી યાત્રા નક્કી કરી એક મોટી સામાજીક વિસંગતિને લઈને પોતાની દિશા નક્કી કરવામાં સફળ થઈ શકશે. 
 
તો આ જ રીતે આપણે ઉપલબ્ધિઓ અને નિરાશાના અનેક પડાવમાંથી પસાર થઈને વર્ષ 2017ની યાત્રા પુરી કરી જ લીધી છે. જ્યા આપણે ક્રાયોજેનિક અપર સ્ટેજ એંજિન જીએસએલબી માર્ક 3 નો સફળતાપૂર્વક પરીક્ષણ કરી શક્યા બીજી બાજુ મુંબઈમાં એક વર્ષથી મૃત આશા સાહનીના હાંડપિંજરે આપણને ઝંઝોળી નાખ્યા. 
 
આજે જ્યારે આપણે 2018ની દહેલીજ પર આશાનો દીવો પ્રગટાવી રહ્યા છીએ તો કામના એ જ છે કે આ વર્ષ આપણે સતત વધતી જઈ રહેલ કટ્ટરતા, વૈમનસ્ય અને પ્રતિશોધની ભાવનાથી મુક્તિ અપાવી. કે સામાજીક સમરસતાના સોનેરી સપના સાચા પડે.   2018ના પૂરા થતા જ જ્યારે આપણે  તેને યાદ કરીએ તો આપણને યાદોના ચમકતા ઈન્દ્રધનુષ જ  દેખાય અને નિરાશાના કાળા દાગ શોધતા પણ મળે નહી.   હા આ બધુ જાદુથી તો થાય નહી.. આપણે બધાએ મળીને કોશિશ કરવી પડશે. આપણે બધા મળીને કોશિશ કરીશુ તો પછી જાદુની જરૂર પણ નહી રહે ... સાચુ કહ્યુ ને.. ?  આપણી આશાઓ અને પરિશ્રમના ભેગા પ્રયત્નથી રોશન દીવામાંથી તાકતા 2018 કેટલુ ખૂબસૂરત હશે !! તો આશા સાથે પ્રયત્ન પણ કરો ? 
 
તમને બધાને વર્ષ 2018ની શુભકામના...