2000 રૂપિયાની નોટનુ છાપકામ ન્યૂનતમ સ્તર પર, શુ બંધ થશે નોટ !

currency notes
Last Modified શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (11:15 IST)
બે વર્ષ પહેલા નોટબંધી (demonetisation) પછી રજુ કરવામાં આવેલ 2000 રૂપિયાના કરેંસી નોટનુ છાપકામ ન્યૂનતમ સ્તર પર પહોચી ગયુ છે. નાણાકીય મંત્રાલયના એક ટોચના અધિકારીએ ગુરૂવારે આ માહિતી આપી. નવેમ્બર 2016માં નોટબંધી પછી સરકારે 2000 રૂપિયાની નવી નોટ રજુ કરી હતી. સરકારે 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાના નવા નોટને ચલણમાંથી હટાવી દીધી હતી. ત્યારબાદ રિઝર્વ બેંકે 500 ના નવા નોટ સાથે પણ રજુ કરી. એક વરિષ્ઠ અધિકારીએ જણવ્યુ કે રિઝર્વ બેંક અને સરકાર સમય સમય પર કરેંસીના છાપકામની માત્રા પર નિર્ણય કરે છે. જેનો નિર્ણય ચલનમાં મુદ્રાની હાજરીના હિસાબથી કરવામાં આવે છે.

જે સમય 2000 ની નોત રજુ કરવામાં આવી હતી ત્યારે
આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે ધીરે ધીરે તેનુ છાપકામ ઓછુ કરવામાં આવશે. 2000 રૂપિયાના નોટ રજુ કરવાનુ એકમાત્ર ઉદ્દેશ્ય માર્કેટમાં જ્લ્દી રોકડ ઉપલબ્ધ કરાવવાનુ હતુ. અધિકારીએ જણાવ્યુ કે 2000ના નોટોનુ છાપકામ ખૂબ ઓછુ કરવામાં આવ્યુ છે. 2000ના નોટોનુ છાપકામને ન્યૂનતમ સ્તર પર લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્કના આંકડાઓને માર્ચ 2017માં અંત સુધીમાં 328.5 કરોડ 2000ની નોટો ચલણમાં આવી હતી. 31 માર્ચ 2018માં અંત સુધીમાં નોટોની સંખ્યા મામૂલી વધારા સાથે 336.3 કરોડ પહોંચી હતી.
માર્ચ 2018 અંત સુધીમાં કુલ 18,037 અરબ રૂપિયા કરન્સી ચલણમાં હતી. જેમાં 2000ની નોટોનો હિસ્સો ઘટીને 37.3 ટકા થઈ ગયો છે. માર્ચ 2017માં કરન્સીમાં કુલ 2000ની નોટોનો હિસ્સો 50.2 ટકા હતો. નવેમ્બર 2016માં 500,1000 રૂપિયાની નોટો બંધ થતા મુદ્રા ચલણમાં 86 ટકાનો હિસ્સો હતો.


આ પણ વાંચો :