મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (10:44 IST)

INDvAUS 4th TEST Day 2: ટ્રી બ્રેક પછી ભારતનો સ્કોર 500 ને પાર, ઋષભ પંતની સેચુરી

ભારત ઓસ્ટ્રેલિયા (India vs Australia)  વચ્ચે બોર્ડર ગાવસ્કર શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉંડ (Sydney Cricket Ground) માં રમાય રહી છે.  આજે મેચનો બીજો દિવસ છે. ચેતેશ્વર પુજારા શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ હાલ સંપૂર્ણ રીતે  બૈકફુટ પર દેખાય રહી છે. 
 
 
INDIA vs AUSTRALIA  4 થા ટેસ્ટ મેચનુ લાઈવ અપડેટ 
 
- બીજા દિવસે ટ્રી બ્રેક પુરો થઈ ચુક્યો છે. ભારતનો સ્કોર છ વિકેટ પર 515 છે. ઋષભ પંત 103 અને રવિન્દ્ર જડેજા 34 રન બનાવીને ક્રીઝ પર છે. 
 
- ભારતનો સ્કોર 500 પાર પહોચી ચુક્યો છે.  
- આ અગાઉ ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા સિડનીમાં ચોથી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારતા ચુકી ગયા. પણ તેમણે એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પુજારા ઓસ્ટ્રેલિયામાં કોઈ શ્રેણી  દરમિયાન સૌથી વધુ બોલ રમનાર મહેમાન બેસ્ટમેન બની ગયો છે. ચેતેશ્વર પુજારાએ 90 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. સિડની ટેસ્ટમાં તેની 193 રનની ઈનીંગ દરમિયાન આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
 
જો કે પુજારા થોડા અનલકી રહ્યા કેમકે 193 રનનો સ્કોર થતા જ નાથન લાયનની બોલ પર કોટ એન્ડ બોલ્ડ થઈ ગયો. તેની પાસે કેરિયરની ચોથી બમણી સદી ફટકારવાનો શાનદાર મોકો હતો. અત્યાર સુધીમાં પુજારા 521 રન બનાવી ચુક્યો છે. પુજારા આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે
 
સિડની ટેસ્ટના પહેલા દિવસે પહેલી ઇનિંગની શરૂઆતમાં ભારતે 4 વિકેટે 303 રન બનાવી લીધા હતા, આજે બીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને માત્ર એક વિકેટ હનુમા વિહારીની મળી શકી છે  મેચમાં ભારત તરફથી મયંક અગ્રવાલે સારી શરૂઆત અપાવતા 77 રન ફટકાર્યા હતા. બાદમાં વિરાટ કોહલીએ 23 રન, રહાણેએ 18 રન અને હનુમા વિહારીએ 42 રન બનાવ્યા હતા, જોકે, મેચમાં ફરી એકવાર કેએલ રાહુલ મોટો સ્કૉર કરવામાં નિષ્ફળ રહ્યો હતો, તે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો.
 
ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડ 2 વિકેટ અને લિયોને 3  વિકેટ ઝડપી હતી,  સ્ટાર્કને 1 વિકેટ મળી હતી.