શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (23:46 IST)

Jio નો લોગો લગાવી લોટ વેચતી હતી કંપની, ચાર લોકોની ધરપકડ

સુરત પોલીસે રિલાયન્સ જિયોના ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ કરવાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપી જિયો ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ, ઘઉનો લોટ વેચવા માટે કરતા હતા. પોલીસને બુધવારે મળેલી એક ફરિયાદના આધારે સુરત શહેરમાંથી આ ધરપકડ કરવામાં આવી છે. સુઅરતના 'સચિન પોલીસ સ્ટેશ'મા6 જિયો બ્રાંડ નામ અને તેના લોકોનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવાના કેસમાં રાધાકૃષ્ણન કંપની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 
 
સુરત ઝોન 3ના ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું કે ટ્રેડમાર્ક અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 'રિલાયન્સ જિયોએ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે રામ કૃષ્ણ ટ્રેડલિંક નામની કંપની જિયો ટ્રેડમાર્કનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચી રહી છે. તો બીજી તરફ ડીસીપીએ જણાવ્યું કે 'ફરિયાદના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 
 
પોલીસ ફરિયાદના અનુસાર 8 જાન્યુઆરીના રોજ એક રાષ્ટ્રીય સમાચાર ચેનલ પર એક સમાચાર બતાવવામાં આવ્યા હતા, જેની હેદલાઇન હતી 'જિયો ડેટા બાદ જિયો કા આટા' તપાસમાં ખબર પડી કે સુરતની રાધાકૃષ્ણન ટ્રેડિંગ કંપની પોતાના લોટની બોરીઓ પર જિયોનો લોગો બતાવીને લોટ વેચી રહી હતી. જિયોનો લોકોને ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રિલાયન્સ જિયોએ સુરત ડીસીપી સાથે આ અંગે પૂછપરછ કરી હતી. 
 
ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે ફર્મ રાધાકૃષ્ણ ટ્રેડિંગ કંપની ઘઉના લોટની બેગ પર જિયોનો લોકો છાપેલો હતો અને બજારમાં વેચતા હતા. જ્યારે રિલાયન્સ ઇંડસ્ટ્રીઝની જિયો અથવા કોઇ પણ અન્ય કંપની કોઇપણ પ્રકારની કૃષિ ઉપજનો ભાગ નથી. આ તમામ લોકોએ પોતાના નાણાકીય ફાયદા માટે જિયોના ટ્રેડમાર્કનો દુરઉપયોગ કર્યો હતો. એટલા માટે આ તમામ લોકો અને કંપની વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે. આ કેસ ટ્રેડમાર્ક અધિનિયમ 1999 હેઠળ દાખલ કરવામાં આવી છે અને આગળ તપાસ ચાલી રહી છે.