રવિવાર, 21 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (16:55 IST)

Rule Change: 1 માર્ચથી બદલાય જશે આ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

rule change
rule change
Rule Change: દર મહિનાની શરૂઆતથી કેટલાન નવા સરકારી નિયમ લાગૂ થાય છે. આ વખતે પણ એક માર્ચથી આવા નિયમ લાગૂ થઈ રહ્યા છે જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે.  આ નિયમોમાં ફાસ્ટેગ, એલપીજી ગેસ સિલેંડર અને સોશિયલ મીડિયાનો સમાવેશ છે. 
 
એલપીજીની કિમંતો - દર મહિનાની શરૂઆતમાં સરકાર તરફથી ભાવની સમીક્ષા કરવામાં આવે છે અનેનવા ભાવ રજુ કરવામાં આવે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીના ભાવમા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. 14.2 કિલોવાળા ઘરેલુ એલપીજી ગેસ સિલેંડરનો રેટ દિલ્હીમાં 1053 રૂપિયા, મુંબઈમાં 1052.50 રૂપિયા, બેંગલુરુમા 1055.50 રૂપિયા, ચેન્નઈમાં 1068.50 રૂપિયા અને હૈદરાબાદમાં 1105.00 રૂપિયા પ્રતિ સિલેંડર છે. 
 
ફાસ્ટૈગ - નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઈંડિયા (NHAI)ની તરફથી ફાસ્ટેગની કેવાઈસી અપડેટ કરવાની અંતિમ તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. જો તમે આ તારીખ સુધી તમારા ફાસ્ટૈગની કેવાઈસી પુરી કરશો તો તમારા ફાસ્ટૈગને નેશનલ હાઈવે અથોરિટીઝ ઓફ ઈંડિયા દ્વારા ડિએક્ટિવેટ અને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે.  આવામાં તમારા ફાસ્ટૈગની કેવાઈસી 29 ફેબ્રુઆરી પહેલા કરાવી લો. 
 
સોશિયલ મીડિયા - સરકારની તરફથી તાજેતરમાં જ આઈટી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ એક્સ, ફેસબુક અને ઈસ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એપ્સને આ નિયમોનુ પાલન કરવાનુ રહેશે.  જો માર્ચથી ખોટા ફેક્ટ સાથે સોશિયલ મીડિયા પર કોઈ સમાચાર ચાલે છે તો તે માટે દંડ લાગશે. સરકારની કોશિશ આના દ્વારા સોશિયલ મીડિયાને સુરક્ષિત બનાવવાની છે. 
 
બેંક હોલિડે - પબ્લિક અને પ્રાઈવેટ ક્ષેત્રની બેંક માર્ચ 2023માં લગભગ 12 દિવસ માટે બંધ રહેશે. તેમા બે શનિવાર અને રવિવારની રજાઓને પણ સામેલ કરવામાં આવી છે.  આરબીઆઈ દ્વારા રજુ કરવામાં આવેલ રજાઓના કેલેન્ડર મુજબ 11 અને 25 માર્ચના રોજ બીજો અને ચોથો શનિવાર હોવાને કારણે બેંક બંધ રહેશે.  આ ઉપરાંત 5, 12,19 અને 26 ના રોજ રવિવારને કારણે બેંકોમાં રજા રહેશે.