રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (14:10 IST)

Anant-Radhika's pre-wedding ceremony - મુકેશ અંબાની સહિત વર-વધુએ મહેમાનોને ભોજન પીરસ્યુ, 51 હજાર લોકોને કરાવ્યુ ભોજન જુઓ Photos

મુકેશ અંબાનીના નાના પુત્ર અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન બુધવારે (28 ફેબ્રુઆરે) અન્ન સેવા સાથે શરૂ થયુ. ગુજરાતના જામનગરમાં રિલાયંસ ટાઉનશિપના જોગવાડ ગામમાં સ્થાનીક લોકોને જમાડવામાં આવ્યા.  
 
અન્ન સેવમાં 51 હજાર સ્થાનીક લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. મુકેશ અંબાની, અનંત અંબાની, રાધિકા મર્ચન્ટ એ પોતે ગામના લોકોને પારંપારિક ગુજરાતી ભોજન પીરસ્યુ. અન્ન સેવામાં રાધિકાની માતા શૈલા, પિતા વિરેન મર્ચેંટ અને નાની પણ સામેલ થયા. અનંત અંબાની અને રાધિકા મર્ચેંટનુ પ્રી-વેડિંગ ફંક્શન 1 થી 3 માર્ચ સુધી જામનગરમાં થવાનુ છે. 
mukesh ambani
mukesh ambani
મુકેશ અંબાણીએ પોતે ગ્રામવાસીઓને ભોજન પીરસ્યું હતું.
 
ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લોકોને ભોજન પીરસશે.
 
પિતા મુકેશ અંબાણી સાથે બાળકોને ભોજન પીરસતા અનંત અંબાણી.
 
રિલાયન્સ રિફાઈનરીના ગામડાઓમાં યોજાયેલા કાર્યક્રમો
મંગળવારે રાત્રે પરિવારે જામનગર આસપાસના ગામડાઓમાં લોક ડાયરા (ભજન-લોકગીતો) અને મિજબાનીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અનંત અંબાણીએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગાગવા ગામના લોકોએ હાલારી પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને નવાણિયા ગામની મહિલાઓએ આરતી કરીને તેમનું સ્વાગત કર્યું હતું.
 
જામનગરમાં ખાવડી પાસે રિલાયન્સ રિફાઈનરી આવેલી છે. આ કારણે અંબાણી પરિવારે આસપાસના ઘણા ગામોમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગ્રામજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક ગામોમાં લોક ડાયરા અને મિજબાનીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીએ પોતે કેટલાક ગામોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ગ્રામજનોએ દરેક જગ્યાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
 
મહિલાઓએ અનંતની આરતી ઉતારી 
ગાગવા ગામ પછી અનંત નવાનિયા ગામ પહોચ્યા. અહી મહિલાઓએ આરતી ઉતારીને તેમનુ સ્વાગત કર્યુ. બીજી બાજુ ગામના અન્ય લોકોએ ઢોલ નગારાની ધુન પર નાચતા-ગાતા પ્રી-વેડિંગ કાર્યક્રમને સેલિબ્રેટ કર્યુ.  ગામના લોકોએ અંબાનીને અહિરાની મહારાજની એક તસ્વીર ભેટ કરી.  
 
પ્રી-વેડિંગ ફંક્શન 1લી થી 3જી માર્ચ દરમિયાન યોજાશે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ ફંકશન 1 થી 3 માર્ચ દરમિયાન રિલાયન્સ ગ્રીન્સ, જામનગર ખાતે યોજાનાર છે. આ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશની અનેક હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોના સ્વાગત માટે જામનગરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.