મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 5 ડિસેમ્બર 2018 (12:25 IST)

SBI ઓછી કિમંતમાં કરશે પ્રોપર્ટી લીલામ, તમે પણ ખરીદદાર બની શકો છો

જો તમે  પ્રોપર્ટી(Property) ખરીદવા મંગી રહ્યા છે, તો  SBI  આપને માટે સારી તક લાવી રહી છે.  SBI  10 ડિસેમ્બર  (10 December)ના રોજ દેશભરમા& ઈ-લીલામી  (e-Auction) કરશે. જેમા 1000 પ્રોપર્ટીનો મેગા ઈ-ઓક્શન થશે.  જેમા તમે પણ બોલી લગાવી શકો છો. આ માટે તમને પહેલાથી જ અરજી કરવી પડશે. 
 
આ મેગા ઈ-ઓક્શન માટે અરજી કરવા માટે તમારે વેબસાઈટ https://sbi.auctiontiger.net/EPROC/ પર રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. આ ઉપરાંત www.bankeauctions.com/sbi તરફથી પ્રોપર્ટી વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. આ વેબસાઈટ પર ગયા પછી તમે પ્રોપર્ટી વિશે હોલ્ડ, માલિક અને લોકેશન વિશે માહિતી મેળવી શકો છો. તેનાથી તમે તમારા મન મુજબ પ્રોપર્ટી પર બોલી લગાવી શકો છો. 
 
ઈ-લીલામીમાં ભાગ લેવા પ્રોપર્ટી સંબંધિત અર્નેસ્ટ મની ડિપોઝીટ   (EMD) કરવી પડશે. આ સાથે જ સંબંધિત બેંક બ્રાંચમાં કેવાઈસી ડોક્યૂમેંટ સબમિટ કરવા પડશે.  અને ડિઝિટલ હસ્તાક્ષર પણ હોવા જોઈએ. આ વસ્તુઓ જમા કર્યા પછી બિડરને ઈ-ઓક્શન માટે ઈમેલ આઈડી મોકલવામાં આવશે. જેની મદદથી નિશ્ચિત સમય અને તારીખના રોજ લોગ-ઈન કરીને લીલામીમાં ભાગ લઈ શકાય છે. 
 
આ પ્રોપર્ટી SBI Bankના ડિફોલ્ટરની પ્રોપર્ટી છે. તેના વેચાણથી બેંક પોતાની બાકી રકમ મેળવી લેશે. એસબીઆઈના આ લિક પરથી https://www.sbi.co.in/portal/web/home/mega-e-auction  લીલામી સાથે જોડાયેલ બધી માહિતી મેળવી શકાય છે.