1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (10:54 IST)

શેયર બજારની રેકાર્ડતોડ વધારો ચાલુ સેંસેક્સ પહેલીવાર 58 હજાર અંકને પાર

શેયર બજારનો રેકાર્ડ વધારાનો સિલસિલો ચાલૂ છે. અઠવાડિયાના અંતિમ ધંધાકીય દિવસ એટલે કે શુક્રવારે સેંસેક્સ 58 હજાર અંકના સ્તરને પાર કરી લીધું. પહેલીવાર છે જ્યારે સેંસેક્સએ આ મુકામ હાસલ કર્યુ. ગયા 31 ઓગસ્ટને જ સેંસેક્સએ 57 હજાર અંકના રેકાર્ડ સ્તરને ટચ કર્યુ હતુ. કહેવાનો મતલબ છે કે માત્ર ત્રણ દિવસમાં સેંસેક્સને 1 હજાર અંકથી વધારે મજબૂતી મળી છે. 
 
નિફ્ટીની નવી ઉંચાઈ- આ વચ્ચે નિફ્ટીમાં પણ રૉકેટની રીતે તીવ્રતા જોવા મળી રહી છે. નિફ્ટી 17300 અંકની પાસે પહોંચી ગયુ છે. આ નિફ્ટીનો ઑલ ટાઈમ હાઈ લેવલ છે. જણાવીએ કે ગયા ગુરૂવારે ત્રીસ શેયર પર આધારિત સેંસેક્સ 514.33 અંક એટલે કે 0.90 ટકા વધારાની સાથે 57,852.54 અંકના રેકાર્ડ સ્તર પર બંદ થયું. એનએસઈ નિફ્ટી પણ 157.90 અંઅક એટલે કે 0.92 ટકા ચઢીને 17234.15 અંકના ઉંચા સ્તર પર બંદ થયું.