Share Market Closing 14 July: આઈટી શેરમાં જોવા મળી બંપર રેલી, નવા રેકોર્ડ સ્તર પર પહોચ્યુ સેંસેક્સ અને નિફ્ટી  
                                       
                  
				  				  
				   
                  				  Share Market Closing on 14 July: સ્થાનિક શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળેલી તેજી આજે પણ ચાલુ રહી હતી. સપ્તાહના અંતિમ દિવસના કારોબારમાં આઈટી શેર્સમાં જબરદસ્ત ખરીદારી જોવા મળી હતી. તેના આધારે, બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો.
				  										
							
																							
									  
		આ સ્તરે પહોંચી ગયું છે બજાર 
		કારોબારના અંત પછી બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 502 અંક એટલે કે 0.77 ટકાના વધારા સાથે 66,060.90 પોઈન્ટ પર બંધ થયા છે. સેન્સેક્સે આજના કારોબારની શરૂઆત 65,775.49 પોઈન્ટની તેજી સાથે કરી હતી. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 65,558.89 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે એક તબક્કે 66,159.79 પોઈન્ટ્સ પર પહોંચ્યો હતો, જે તેનું અત્યાર સુધીનું નવું સર્વોચ્ચ સ્તર છે.
 				  
		 
		નિફ્ટીએ પણ  રેકોર્ડ  
		એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 151 પોઈન્ટ અથવા 0.78 ટકાના વધારા સાથે 19,564 પોઈન્ટની ઉપર બંધ રહ્યો હતો. ગુરુવારે તે 19,413.75 પોઈન્ટ પર હતો. આજના વેપારમાં, નિફ્ટી એક સમયે 19,595.35 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે નિફ્ટીની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ પણ છે.