Share Market Holiday: આજે બંધ રહેશે શેર બજાર, જાણો શુ છે કારણ
Share Market Holiday: ભારતીય શેર બજારમાં આજે રજા છે અને બધા વેપાર બંધ રહેશે. ગુરૂવાર 1 મે 2025 ના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસર પર શેર બજારની રજા છે. ઉલ્લેખનીય છે કે 1 મે 1960 ના રોજ મહારાષ્ટ્રનુ ગઠન થયુ હતુ. ભારતીય શેર બજારના બંને પ્રમુખ એક્સચેંજ બીએસઈ અને એનએસઈની ઓફિસ મહારાષ્ટ્રની રાજઘાની મુંબઈમાં આવેલ છે. આવામાં મહારાષ્ટ્ર દિવસના આ ખાસ અવસર પર ભારતીય બજાર બંધ રહેશે. આજની આ રજા બોમ્બે સ્ટૉક એક્સચેંજ (BSE) અને નેશનલ સ્ટૉક એક્સચેંજ (NSE) ના બધા સેગમેંટ પર લાગૂ છે. મતલબ આજે બજારમાં કોઈપણ પ્રકારનો કોઈ વેપાર નહી થાય.
શુક્રવારે ખુલશે ભારતીય શેર બજારના બંને મુખ્ય એક્સચેંજ
1 મે ના રોજ મહારાષ્ટ્ર દિવસની સાથે સાથે મજૂર દિવસ પછે. BSE અને NSE ની વેબસાઈટ પર આપેલ રજાઓની લિસ્ટમાં 1 મે ની રજાનો પણ ઉલ્લેખ છે. બીએસઈ અને એનએસઈની વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ આજે ઈકવિટી, ઈકવીટી ડેરિવેટિવ્સ, કરેંસી ડેરિવેટિવ્સ અને સિક્યોરિટીઝ લેંડિગ એંડ બોરોઈંગ (SLB) સેગમેંટમાં કોઈ ટ્રેડિંગ નહી થાય. આજ ની આ રજા પછી શુક્રવારે 2 મે ના રોજ ભારતીય શેર બજાર બાકી દિવસોની જેમ સામાન્ય વેપાર કરશે. જો કે શુક્રવાર પછી બજારમાં શનિવાર અને રવિવારે ફરીથી રજા રહેશે. ઉલ્લેખનીય છે કે બુધવારે બજાર લાલ નિશાન પર બંધ થયા હતા
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર બીજા સત્રમાં ટ્રેડિંગ શરૂ થશે
આજે શેરબજાર બંધ રહેશે, તો બીજી તરફ, કોમોડિટી ટ્રેડિંગ ચોક્કસ સત્ર માટે બંધ રહેશે અને પછીથી ટ્રેડિંગ માટે ખુલશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ચાલતા પહેલા સત્ર દરમિયાન બંધ રહેશે, પરંતુ બીજા સત્ર માટે સાંજે 5:00 થી રાત્રે 11:30 વાગ્યા સુધી ખુલશે. તમને જણાવી દઈએ કે સોનું, ચાંદી, ક્રૂડ તેલ, કૃષિ ઉત્પાદનો જેવી ઘણી વસ્તુઓનો વેપાર MCX પર થાય છે.