સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (11:09 IST)

સર્વે - 85 ટકા લોકોને આજે પણ મોદી સરકાર પર અતૂટ વિશ્વાસ

નોટબંધી અને જીએસટી જેવા કડક અને મોટા નિર્ણયો પછી પણ ભારતીય જનતાને આજે પણ મોદી સરકાર પર અતૂટ વિશ્વાસ છે. પ્યુ રિસર્ચ સેંટરની સર્વેક્ષણ રિપોર્ટ મુજબ ભારતમાં 85 ટકા લોકો પોતાની સરકાર પર વિશ્વાસ કરે છે. રસપ્રદ વાત એ છે કે બહુસંખ્યક ભારતીય સૈન્ય શાસન અને તાનાશાહીનુ પણ સમર્થન કરે છે. સર્વેક્ષણ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પોતાના મજબૂત લોકતાંત્રિક મૂલ્યો માટે ઓળખાનારા ભારતમાં 55 ટકા લોકો કોઈ ન કોઈ પ્રકારના તાનાશાહીનુ સમર્તહ્ન કરે છે. તેમાથી 27 ટકા લોકો મજબૂત નેતા ઈચ્છે છે. 
 
ભારતમાં એવા પણ લોકો છે કે જેઓ એકસપર્ટની સરકાર ઇચ્છે છે. ભારતમાં 65 ટકા લોકો એવી સરકારના સપોર્ટમાં જોવા મળ્યા કે જેઓ પોતાના ફિલ્ડમાં એકસપર્ટ હોય. વિયેટનામ અને ફિલિપીન્સમાં લોકો આવી સરકારના પક્ષમાં છે. આનાથી ઉલ્ટુ ઓસ્ટ્રેલીયામાં 57 ટકા લોકોએ માન્યુ કે આવી સરકાર કોઇ કામની નથી હોતી.
 
મિલિટ્રી રૂલ ઇચ્છતા લોકો પણ ઓછા નથી. ભારતના 53 ટકા અને સાઉથ આફ્રિકાના પર (બાવન) ટકા લોકો આવા શાસનના પક્ષમાં છે. જો કે 50  વર્ષથી ઉપરના લોકો મિલિટ્રી રૂલના પક્ષમાં નથી અને તેઓએ લોકતંત્રને પહેલી પસંદ ગણાવી હતી. રિપોર્ટમાં જણાવાયુ છે કે પોતાના મજબુત લોકતાંત્રિક મૂલ્યો માટે ઓળખાતા ભારતમાં 55 ટકા લોકો કોઇને કોઇ પ્રકારથી તાનાશાહીનું સમર્થન કરે છે. જેમાં 27 ટકા લોકો મજબુત નેતા ઇચ્છે છે. 
 
આપ ખુદ શાહીની તરફેણ કરનાર એશિયા પ્રશાંતના ત્રણ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 65 ટકા, વિયેટનામમાં 67  ટકા અને ફિલિપીન્સમાં 62 ટકા લોકો નિષ્ણાંત દ્વારા કરાતા શાસનને પસંદ કરે છે. દ.આફ્રિકાના 52 ટકા લોકો સૈન્ય શાસનને કાર્યક્ષમ માને છે.