તાલિબાને રજુ કરી પહેલી સુપરકાર, મૉડિફાઈડ Toyota એંજિનથી સજ્જ  
                                       
                  
				  				   
				   
                  				  અફગાનિસ્તાનને દેશની પહેલી સુપરકાર મળી છે, જેનુ નામ Mada 9 છે. આ સુપરકાર સમગ્ર દેશમાં અને સાથે જ ગ્લોબલ મીડિયામાં પણ ચર્ચામાં છે. કારણ કે જે હાલત છેલ્લા કેટલાક સમયમાં અફગાનિસ્તાનની રહી છે તેવી પરિસ્થિતિમાં દેશમા ડાયરેક્ટ એક સુપરકાર લોંચ થવાના  સમાચાર ચોક્કસ રૂપે સૌનુ ધ્યાન તેમની તરફ ખેંચવાનુ કામ કરે છે. તાલિબાન શાસ્તિત અફગાનિસ્તાનની આ પહેલી Toyotaના ફોર સિલેંડર,1.8-litre DOHC 16-Valve VVT-i એંજિનથી સજ્જ છે. 
				  										
							
																							
									  
	 
	અફગાનિસ્તાનના ટોલો ન્યુઝ મુજબ Mada 9 કાર ડિઝાઈન સ્ટુડિયો ENTOP અને કાબુલના અફગાનિસ્તાન ટેકનિકલ વોકેશનલ ઈંસ્ટીટ્યુટ (ATVI) ના 30 એંજિનિયરોએ મળીને તૈયાર કરી છે. માડા 9 હજુ પણ પોતાના પ્રોટોટાઈપ ચરણમાં છે અને તેને બનાવવામાં એંજિનિયરોની ટીમને પાંચ વર્ષથી વધુનો સમય લાગ્યો છે. 
				  
	
	
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	વર્તમાનમાં તેમા  Toyotaનુ 1.8 લીટર DOHC 16-વાલ્વ VVT-i, 4-સિલેંડર પેટ્રોલ એંજિન લગાવ્યુ છે, જેને 2004માં કોરોલા સેડાન સાથે રજુ કરવામાં આવી હતી. આ વાતની હાલ માહિતી આપવામાં આવી નથી કે  Mada 9માં આ એંજિન કેટલી પાવર જનરેટ કરે ચેહ કે તેમા કોઈ ટ્યુનિંગ કરવામાં આવી છે કે નહી, પણ પોતાના સ્ટોક રૂપમાં, ટોયોટા કારમાં  આ એંજિન 166થી 187 hpની વચ્ચે પાવર જનરેટ કરતુ હતુ. 
				  																		
											
									  
	 
	નિશ્ચિતરૂપે  ઉત્પાદન સંસ્કરણ આવે ત્યાં સુધી, તેના એન્જિન અથવા પાવરમાં ઘણા ફેરફારો થવાની અપેક્ષા છે. અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે માડા 9 ના અનાવરણ દરમિયાન, તાલિબાનના ઉચ્ચ શિક્ષણ મંત્રી, અબ્દુલ બાકી હક્કાનીએ અહેવાલ આપ્યો હતો કે સુપરકાર સાબિત કરે છે કે તાલિબાન શાસન તેના લોકો માટે ધર્મ અને આધુનિક વિજ્ઞાન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
				  																	
									  
	 
	અત્યાર સુધી, Mada 9 ની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી અને ન તો તે જાણી શકાયું છે કે આ કાર આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ કરશે કે નહીં.